ચાર દિવસ બાદ બુધ બનાવશે ખાસ યોગ, ઈચ્છા પૂરી કરવાની સાથે સાથે થશે અપરંપાર ધનલાભ…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચરના એક ચોક્કસ સમય વિશે વાત કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરશે. ગ્રહોના રાજકુમાર બુધ દર 15 દિવસે રાશિ પરિવર્તન કરે છે. બુધના આ રાશિ પરિવર્તનની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે.
બુધ ટૂંક સમયમાં તુલા રાશિમાં ગોચર કરશે. સાતમી ઓક્ટોબરના બુધ અને યમ એકબીજાથી 90 ડિગ્રીના અંતરે રહેશે, જેને કારણે કેન્દ્ર ત્રિકોણ યોગ બનશે. બુધ તુલા રાશિમાં 24મી ઓક્ટોબર સુધી રહેશે. આ સમયે બુધની કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ થતી રહેશે. આવી સ્થિતિમાં બુધ અને યમની યુતિ થઈ રહી છે જેને કારણે કેન્દ્ર દ્રષ્ટિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગના નિર્માણથી ત્રણ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિના જાતકો…

મકર રાશિના જાતકો માટે આ યોગ ખૂબ જ શુકનિયાળ સાબિત થશે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. નોકરીમાં પણ સારી સારી તક મળશે. વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે. તમને કોઈ મોટી જવાબદારી મળશે. સફળતાની સીડીઓ ચઢશો. વેપાર કરી રહેલાં લોકોને પણ આ સમે ભરપૂર લાભ થઈ રહ્યો છે. પદ અને પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થઈ રહી છે. પરિવારજોનોન સંપૂર્ણ સાથ-સહકાર મળશે.

કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેશે. જો જીવનમાં લાંબા સમયથી કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેનો પણ ઉકેલ આવશે. મિત્રની મદદથી તમે તમારા લક્ષ્યને હાંસિલ કરશો. ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. માતા સાથે બગડેલાં સંબંધો પણ સુધારો થશે. લોકો સાથેો તાલમેલ સુધરી રહ્યો છે. પ્રોપર્ટી વગેરેની બાબતમાં પણ સફળતા થશે.

વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો લાભદાયી રહેવાનો છે. મિત્રો-પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. જો બેંકમાંથી લોન લેવા માંગતા હોવ તો આ સમય તેના માટે એકદનમ અનુકૂળ છે. દેવામાંથી મુક્તિ મળી શકે છે. માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. કળા અને સાહિત્યની બાબતમાં પણ આ સમયે તમને લાભ થશે.