રાશિફળ

જૂન મહિનાના અંતમાં મંગળ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિનું ચમકી ઉઠશે ભાગ્ય…

જૂન મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને એની સાથે જ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ જૂન મહિનો ખૂબ જ મહત્ત્વનો રહ્યો હતો, આ સમયે અનેક મહત્ત્વના ગ્રહોએ ગોચર કર્યું છે. પાંચ દિવસ બાદ એટલે કે 30મી જૂનના ગ્રહોના સેનાપતિ મંગળ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે અને 23મી જુલાઈ સુધી મંગળ આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. જેને કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જ્યારે મંગળ શુક્રના નક્ષત્રમાં પ્રવેશ કરે છે તો તેની તમામ રાશિના જાતકો પર સારી અસર જોવા મળે છે. મંગળને યુદ્ધ અને શક્તિનો કારક માનવામાં આવ્યો છે. ચાલો જોઈએ મંગળના નક્ષત્ર પરિવર્તનની કઈ રાશિના જાતકો પર સારી અસર જોવા મળશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ દરેક કામમાં સફળતા પણ મળી રહી છે.

This rare yoga is forming in the month of May, people of five zodiac signs will benefit immensely...

મેષ રાશિના જાતકો પર મંગળના નક્ષત્ર પરિવર્તનની સારી અસર જોવા મળશે. મંગળનું આ નક્ષત્ર પરિવર્તન મેષ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. બિઝનેસ ડીલમાં પણ ફાયદો થઈ રહ્યો છે. આ સમયે જે પણ કામ હાથમાં લેશો એમાં સફળતા મળશે. પગાર વધારો વગેરે થશે. વૈવાહિક જીવન પણ સારું રહેશે.

Today's Horoscope (15-03-2025)

સિંહ રાશિના જાતકો માટે મંગળનું આ નક્ષત્ર પરિવર્તન આવકમાં વૃદ્ધિ લઈને આવશે. જૂના રોકાણથી સારો એવો નફો થઈ રહ્યો છે. આ સમયે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે. ઓફિસમાં પણ તમારી મહેનત રંગ લાવશે. નોકરીમાં પ્રમોશન મળશે. પરિવારની સમસ્યાનો અંત આવશે. સપનું પૂરું થશે અને સફળતા મળશે.

This rare yoga is forming in the month of May, people of five zodiac signs will benefit immensely...

મકર રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે. આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નોકરીમાં કંઈક નવું કરવાનો મોકો મળશે. રિલેશનશિપ માટે આ સમય ખૂબ જ સારો રહેશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. આર્થિક સ્થિત મજબૂત બનશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button