મે મહિનામાં એક સાથે અનેક ગ્રહો કરશે મહત્ત્વની હિલચાલ, ત્રણ રાશિના જાતકોને થશે પારાવાર લાભ…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ એપ્રિલ મહિનાની જેમ જ મે મહિનો પણ ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે. જેને કારણે અનેક રાશિના જાતકો માટે આ સમયગાળો લાભદાયી સાબિત થશે. મળતી માહિતી મુજબ મે મહિનામાં સૂર્ય, બુધ, ગુરુ, કેતુ અને રાહુ પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છીએ. એટલું જ મે મહિનાના અંતમાં શુક્ર પણ પોતાની ચાલ બદલવા જઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે મે મહિનો સારા સમાચાર લઈને આવી રહ્યો છે
ક્યારે અને કયા ગ્રહો કરશે હિલચાલ?
મુંબઈના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 15મી મેના સૂર્ય વૃષભ રાશિમાં, સાતમી મેના બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાર બાદ 23મી મેના વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે, જે 14મી મેના મિથુન રાશિમાં પ્રવેશ કરશે. રાહુ 18મી મેના શનિની રાશિ કુંભમાં ગોચર કરશે. કેતુ પણ 18મી મેના કુંભ રાશિમાં ગોચર કરશે.
ગ્રહોની આટલી મોટી હિલચાલથી ત્રણ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને કરિયરની સાથે સાથે પર્સનલ લાઈફમાં પણ લાભ થઈ રહ્યો છે. ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે આ રાશિના જાતકોને નવી નોકરીની ઓફર પણ આવી શકે છે.
કઈ રાશિના જાતકોને થશે લાભ?
મે મહિનામાં આટલા મહત્ત્વના ગ્રહોના ગોચરને કારણે સિંહ, તુલા અને વૃષભ રાશિના જાતકોને શુભ પરિણામ મળી રહ્યા છે. આ ત્રણેય રાશિના જાતકોને વેપાર-ધંધામાં પારાવાર લાભ થઈ રહ્યો છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય ત્રણેય રાશિના જાતકો માટે સારો રહેશે. જીવનમાં જો કોઈ સમસ્યા ચાલી રહી હશે તો આ સમયે એમાંથી પણ રાહત મળી રહી છે.
એક સાથે એક મહિનામાં આટલા મોટા ગ્રહોની હિલચાલને કારણે ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહેશે. સંતાન આ સમયે તમારી પાસેથી કોઈ વસ્તુની માગણી કરી શકે છે અને તમે એ માગણી પૂરી પણ કરશો. કોઈ શુભ-માંગલિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે.