પાંચ દિવસ બાદ કેતુ કરશે ગોચર, આ રાશિના જાતકોને થશે બંપર લાભ…

જુલાઈ મહિનાની છઠ્ઠી તારીખે કેતુ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં આભાસી રીતે પ્રવેશ કરશે અને 20મી જુલાઈએ તેનું પૂર્ણ ગોચર થશે. જ્યોતિષશાસ્ત્રમાં કેતુને છાયા ગ્રહ ગણવામાં આવ્યો છે અને તે હંમેશા વક્રી ચાલ ચલે છે, એટલે પહેલાં તેનું આભાસી અને બાદમાં વાસ્તવિક ગોચર થાય છે. કેતુના આ ગોચરની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળશે, પણ કેટલીક રાશિઓ એવી છે કે જેમના પર આ ગોચરની વિશેષ અસર જોવા મળશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ

વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેશે. આ સમયે તમને આકસ્મિક ધનલાભ થશે. મહેનતનું પૂરું પરિણામ મળશે. કામના સ્થળે વરિષ્ઠ અધિકારીઓનો સાથ-સહકાર મળશે. વેપાર કરી રહેલાં લોકોને પણ આ સમયે પૂરેપૂરું ફળ મળશે. જૂના રોકાણથી લાભ થઈ રહ્યો છે, પૈસા બચાવવામાં સફળતા મળશે. ઓફિસના કામ અને પર્સનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવીને આગળ વધશો.

કુંભ રાશિના જાતકો માટે આ સમયે પારાવાર સફળતા મળી રહી છે. આ સમયે ઘરમાં ખુશીઓનું આગમન થશે. વિદ્યાર્થીઓની ક્રિયેટિવિટીમાં વધારો થશે. કળા સાથે સંકળાયેલા લોકોની આવકમાં વધારો થશે અને તેઓ પોતાના કામથી સંતુષ્ટ થશે. પૈસા બચાવવામાં સફળતા થશે. લાંબા સમયથી કોઈ પ્રોજેક્ટ પર કામ કરતાં હશો તો તેમાં પણ સફળતા મળશે. સમાજમાં તમારા કામને નવી ઓળખ મળશે.

તુલા રાશિના જાતકો માટે આ સમય સકારાત્મક ફેરફાર લઈને આવી રહ્યો છે. નોકરી શોધી રહેલાં લોકોને આ સમયે તેમના પ્રયાસોમાં સફળતા મળી રહી છે. બિઝનેસમાં પણ લાભ થઈ રહ્યો છે. નવી નવી તક મળતાં તમારું મન પ્રસન્ન થશે. નવું કામ કરવાનું વિચારી રહેલાં લોકો માટે આ સમય એકદમ અનુકૂળ રહેશે. વેપારીઓને આ સમયે લાભ થઈ રહ્યો છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે.