રાશિફળ

500 વર્ષ બાદ શનિ અને બુધ એક સાથે થશે માર્ગી, ત્રણ રાશિના જાતકોને થશે મહાલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર નવેનવે ગ્રહો દર થોડાક સમયે ગોચર કરે છે અને શુભાશુભ યોગનું નિર્માણ કરે છે. જેની દેશ-દુનિયા સહિત મનુષ્ય પર અસર જોવા મળે છે. નવેમ્બર મહિનાના અંતમાં આવો જ એક ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે. જેને કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 28મી નવેમ્બરના ન્યાયના દેવતા શનિદેવ માર્ગી થશે અને એના બે જ દિવસ બાદ એટલે કે 30મી નવેમ્બરના રોજ ગ્રહોના રાજકુમાર બુધ પણ માર્ગી થઈ રહ્યા છે. બંને ગ્રહોના આશરે 500 વર્ષ બાદ એક સાથે માર્ગી થઈ રહ્યા છે. જેને કારણે કેટલીક રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થવાની સાથે સાથે ભાગ્યનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મકર રાશિના જાતકો માટે શનિ અને બુધનું માર્ગી થવું ખૂબ જ લાભદાયી રહેશે. આવકમાં વધારો થશે. આ સમયે તમારી હિંમત અને બહાદૂરીમાં વધારો થશે. બિઝનેસ કરી રહેલાં લોકો આ સમયે કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. કરિયરમાં નવી યોજના અને તક સામે આવશે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ ગયા હશે તો તે પાછા મળી શકે છે. શેરબજાર કે સટ્ટાથી લાભ થવાના યોગ છે. નોકરીમાં પ્રમોશન વગેરે મળી શકે છે.

કુંભ રાશિના જાતકો માટે શનિ અને બુધનું માર્ગી થવું શુભ પરિણામ આપશે. આ સમયે આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. નોકરી કરી રહેલાં લોકો અને બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે લાભ થશે. બેરોજગાર લોકોને નોકરીની ઓફર મળી શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકોને અણધાર્યો નફો થશે. માનસિક શાંતિ મળશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. પ્રગતિના નવા નવા દ્વાર ખૂલી રહ્યા છે.

મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો શુકનિયાળ રહેશે. આ સમયે તમને નોકરી અને બિઝનેસમાં લાભ થઈ રહ્યો છે. પર્સનલ રિલેશનમાં તમારે તમારી સૂઝબૂઝથી કામ લેવું પડશે. આ સમયે તમારે નવી નવી કુશળતાઓ પર પણ હાથ અજમાવવો પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તો તમારા માટે સારું રહેશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ હરવા ફરવાનું પ્લાનિંગ કરશો. મિત્રો સાથે હસી-ખુશીમાં સમય પસાર કરશો.

આ પણ વાંચો…આજનું રાશિફળ (15-11-25): આજે શનિદેવની કૃપાથી મેષ અને કન્યા રાશિના જાતકોને મળશે Good News…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button