રાશિફળ

24 કલાક બાદ સોનાનો સૂરજ ઉગશે આ રાશિના જાતકોના જીવનમાં, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક પંચાગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર નવેનવે ગ્રહ ચોક્કસ સમયે ગોચર કરે છે, અને શુભાશુભ યોગ બનાવે છે. જેની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે. 24 કલાક બાદ એટલે કે 11મી નવેમ્બરના રોજ શુક્ર અને ગુરુ બંને મળીને 100 ડિગ્રી પર આવશે અને એને કારણે શતાંક યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકો પર ખૂબ જ શુભ અસર જોવા મળશે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 11મી નવેમ્બરના રોજ શુક્ર અને ગુરુ બંને એકબીજાથી 100 ડિગ્રીના અંતરે આવશે, જેને કારણે શતાંક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકોની આવકમાં વધારો થઈ રહ્યો છે અને તેમને ભાગ્યનો પણ પૂરેપૂરે સાથ મળી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે આવતીકાલથી શુભ સમય શરૂ થઈ રહ્યો છે.

ધન રાશિના જાતકો માટે આવતીકાલે બની રહેલો આ શુભ યોગ લાભદાયી સાબિત થશે. આ સમયે તમારી આવકમાં વૃદ્ધિ થશે. એક કરતાં વધારે સ્રોતથી તમને આવક થશે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે પ્રમોશન વગેરે મળશે. રોકાણ કે બચતના મામલામાં સફળતા મળશે. નોકરી શોધી રહેલાં લોકોને પણ આ સમયે સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારી ઈચ્છા પૂરી થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

કર્ક રાશિના જાતકો માટે પણ આ શતાંક યોગથી અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. આ સમયે વાહન કે પ્રોપર્ટીથી તમને લાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકો અને બિઝનેસમેન લોકો માટે પણ આ સમયગાળો એકદમ અનુકૂળ રહેશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થશે. દેશ-વિદેશની યાત્રાના યોગ બની રહ્યા છે. આ સમયે આકસ્મિક ધનલાભ સંભવ છે. માનસિક તાણમાંથી મુક્તિ મળશે.

Today's horoscope (18-03-25):

કન્યા રાશિના જાતકો માટે પણ આ સમયગાળો અનુકૂળ રહેશે. આ સમયે તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. સમાજમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કોઈ પ્રોજેક્ટમાં સફળતા મળશે. કોઈ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તે પણ પાછા મળી રહ્યા છે. દરેક કામમાં પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. નવી નોકરી મળશે કે પ્રોપર્ટી, વાહન વગેરે ખરીદવાના યોગ બની રહ્યા છે. જીવનમાં સ્થિરતા આવશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button