સદીઓ બાદ બનશે દુર્લભ યોગ, 24 કલાક બાદ ત્રણ રાશિના જાતકોનો ગોલ્ડન પીરિયડ થશે શરૂ…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દરેક ગ્રહો એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કરીને શુભાશુભ યોગનું નિર્માણ કરતાં હોય છે. આ યોગની અસર દેશ-દુનિયા સહિત માણસો પર પણ જોવા મળે છે. 24 કલાક બાદ એટલે કે 10મી ઓક્ટોબરના રોજ કરવા ચૌથ પર સૂર્ય અને ચંદ્ર બંને એક સાથે ચાલ બદલી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને અપરંપાર ધનલાભ થઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 10મી ઓક્ટોબરના રોજ ચંદ્રમા વૃષભ રાશિમાં ગોચર કરશે અને સૂર્ય ચિત્રા નક્ષત્રમાં ગોચર કરશે. આમ એક જ દિવસે ચંદ્ર અને સૂર્યનું ગોચર થતાં કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આ સમયે અમુક રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે આર્થિક દ્રષ્ટિએ લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
આ પણ વાંચો: આજનું રાશિફળ (09-10-25): આજે આ રાશિના જાતકો માટે દિવસ રહેશે સાવધાની રાખવાનો, જાણી લો શું છે તમારા ભાગ્યમાં?
કન્યા રાશિના જાતકોને સૂર્ય અને ચંદ્રના ગોચરથી નવી સિદ્ધિઓ હાંસિલ થઈ શકે છે. આ સમયે ભાગ્યનો સાથ મળશે. જીવનમાંથી નકારાત્મકતા દૂર થશે. અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. બિનજરૂરી ખર્ચમાંથી મુક્તિ મળશે અને ભવિષ્ય માટે પણ પૈસા બચાવી શકો છો. શૈક્ષણિક ક્ષેત્રે સફળતા મળી રહી છે. નવી નોકરીમાં પ્રમોશન મળશે. દેશ-વિદેશની મુસાફરીના યોગ બની રહ્યા છે.
સિંહ રાશિના જાતકોને સૂર્ય અને ચંદ્રના ગોચરથી શુભ પરિણામ મળી રહ્યા છે. આ સમયે તમને તમારા કામમાં સફળતા મળશે. નોકરી શોધી રહેલાં લોકોને આ સમયે નોકરી મળી શકે છે. આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. વેપારીઓને બિઝનેસમાં મનચાહી સફળતા મળશે અને વેપારનો વિસ્તાર થશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જળવાઈ રહેશે.
વૃષભ રાશિના જાતકોને સૂર્યન અને ચંદ્રની બદલાતી ચાલથી લાભ થઈ રહ્યો છે. તમારી સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે અને આત્મવિશ્વાસમાં પણ વધી રહ્યો છે. માન-સન્માનમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે પ્રમોશન કે પગાર વધારો મળી રહ્યો છે. નવું કામ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે.