શુક્ર બનાવશે માલવ્ય રાજયોગ, આ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ, જોઈ લો તમારી રાશિ છે પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં શુક્રનો સંબંધ રોમેન્સ, ધન અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવ્યો છે. શુક્ર ગ્રહ જ્યારે પણ ગોચર કરે છે ત્યારે જાતકોની આર્થિક સ્થિતિ પર તેની અસર જોવા મળે છે. મળતી માહિતી મુજબ શુક્ર ગ્રહ દર મહિને રાશિ પરિવર્તન કરે છે.
હાલમાં શુક્ર ગ્રહ મેષ રાશિમાં બિરાજમાન છે અને ટૂંક સમયમાં જ એટલે કે 29મી જૂનના શુક્ર મેષ રાશિમાંથી ગોચર કરીને વૃષભ રાશિમાં ગોચર કરશે. વૃષભ રાશિના સ્વામી શુક્ર છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 29મી જૂનના શુક્ર પોતાની જ રાશિમાં ગોચર કરીને માલવ્ય રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે. 26મી જુલાઈ સુધી આ માલવ્ય રાજયોગની અસર જોવા મળશે, જેને કારણે ત્રણ રાશિના જાતકોને પારાવાર ફાયદો થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ આર્થિક દ્રષ્ટિએ પણ લાભ થઈ રહ્યો છે.
મેષઃ

મેષ રાશિના જાતકો માટે શુક્રના વૃષભ રાશિમાં થઈ રહેલાં ગોચરથી બની રહેલાં માલવ્ય રાજયોગને કારણે પારાવાર લાભ થશે. આ સમયે આ રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે. અટકી પડેલાં કામ પૂરા થશે. કોઈ મોટી ખુશીનું જીવનમાં આગમન થશે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ ગયા હશે તો આજે એ પણ પૂરું થશે. નોકરી કરી રહેલાં લોકોને પણ આ સમયે સારો એવો લાભ થઈ રહ્યો છે.
વૃષભઃ

વૃષભ રાશિમાં જ શુક્રનું ગોચર થઈ રહ્યું છે જેને કારણે આ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આ સમયે ઢગલો ખુશીઓ અને સફળતાઓ તમારા કદમ ચૂમશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થશે. નોકરીમાં પ્રમોશન મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. વેપારમાં પણ મનચાહ્યો લાભ થઈ રહ્યો છે.
કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આપણ શુક્રનું વૃષભ રાશિમાં થઈ રહેલું ગોચર લાભદાયી રહેશે. આ સમયે તમને પૈતૃક સંપત્તિથી ભરપૂર લાભ થઈ રહ્યો છે. સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. પોતાનું ઘર લેવાની યોજના બનાવી રહ્યા હશો તો આ સમયે એમાં પણ સફળતા મળશે. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળશે.