આ છે સૂર્યદેવની પ્રિય રાશિઓ, જોઈ લો તમારી રિશા પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સૂર્યનો આત્મા, અધિકાર, સન્માનનો કારક માનવામાં આવ્યો છે અને અનેક મહત્ત્વના ગ્રહો તેની આસપાસમાં ફરે છે. પરંતુ શું તમને ખબર છે કે સૂર્યની કેટલીક પ્રિય રાશિઓ છે? જી હા, સૂર્યદેવની પણ કેટલી પ્રિય રાશિઓ છે અને આ રાશિઓ પર સૂર્યદેવની વિશેષ કૃપા વરસે છે.
વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી હોય તો તેનું સ્વાસ્થ્ય સારું રહે છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમના પર સૂર્યદેવની કૃપા રહે છે-
મેષઃ

મેષ રાશિ સૂર્યની સૌથી પ્રિય રાશિઓમાંથી એક છે અને મેષ સૂર્યની ઉચ્ચ રાશિમાં એક છે. સૂર્ય સિંહ રાશિના સ્વામી છે, આવી સ્થિતિમાં આ રાશિના જાતકોના જીવનમાં હંમેશા સૂર્યનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. સૂર્યદેવ આ રાશિના જાતકોને ક્યારેય મુશ્કેલી નથી પડવા દેતા. સૂર્યના પ્રભાવથી આ રાશિના જાતકોમાં લીડરશિપ ક્વોલિટી હોય છે. તેમના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. આ રાશિના જાતકોને કામમાં સફળતા હાંસિલ કરવાનો જનૂન હોય છે.
સિંહઃ

સિંહ રાશિના જાતકો પર પણ સૂર્યનો પ્રભાવ જોવા મળે છે. આ રાશિના લોકો પર સૂર્યદેવની કૃપા વરસાવે છે. આ રાશિના લોકો દરેક જગ્યાએ સફળતા અને સન્માન હાંસિલ કરે છે. વેપાર, કરિયર, રોકાણ અને શિક્ષણમાં સફળતા મળે છે. આત્મવિશ્વાસથી ભરપૂર હોવાની સાથે સાથે આ રાશિના જાતકો સારા લીડર હોય છે.
ધનઃ

ધન રાશિ પણ સૂર્યની પ્રિય રાશિ છે. ધન રાશિના સ્વામી ગુરુ છે. સૂર્ય અને ગુરુ વચ્ચે મિત્રતાનો ભાવ છે, જેને કારણે ધન રાશિના જાતકો પર પણ સૂર્યદેવની વિશેષ કૃપા વરસે છે. આ રાશિના જાતકોને સૂર્યને કારણે બિઝનેસમાં સફળતા મેળવે છે. સરકારી કામમાં પણ તેને સફળતા મળે છે. આ રાશિના જાતકોને સૂર્યદેવ કોઈ પણ મુશ્કેલી નથી પડવા દેતા.