Akshay Trutiya પહેલાં ખુલી જશે આ પાંચ રાશિના જાતકોનું ભાગ્ય…

જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ એપ્રિલ મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. આ મહિનાના અંતમાં પણ ગ્રહોની હિલચાલ થવા જઈ રહી છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.
આ મહિનાની 30મી તારીખે અક્ષય તૃતિયા આવી રહી છે. અક્ષય તૃતિયાનું મહત્ત્વ એટલા માટે પણ છે કારણ કે તે વર્ષના સાડાત્રણ મૂહુર્તમાંથી એક છે.
અક્ષય તૃતિયા પહેલાં એટલે કે 29મી એપ્રિલના વૃષભ રાશિમાં ચંદ્ર અને ગુરુની યુતિ થઈ રહી છે. ગુરુ અને ચંદ્રની યુતિથી ગજકેસરી યોગ બની રહ્યો છે.
આ યોગને કારણે અમુક રાશિના જાતકોને પારવાર લાભ થઈ રહ્યો છે, આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે તેમની પ્રતિષ્ઠા અને ધનમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. આ યોગને કારણે તમારા અટવાયેલા કામ પૂરા થઈ રહ્યા છે. કરિયરમાં નવી નવી તક મળશે અને પ્રગતિનો માર્ગ પણ ખૂલી રહ્યો છે. રોકાણથી લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત બની રહી છે. પારિવારિક જીવનમાં ખુશીઓનું આગમન થશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.
કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો ફળદાયી સાબિત થવાનો છે. મા લક્ષ્મીની કૃપા વરસશે. નસીબનો પણ પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે ખૂબ જ લાભ થઈ રહ્યો છે. નવી જવાબદારી સોંપવામાં આવશે. પારિવારિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે.
તુલાઃ

તુલા રાશિના જાતકો માટે બની રહેલો ગજકેસરી યોગ સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવનમાં સુખ-સુવિધાઓ વધશે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે. આ સમયે તમે જે યોજનામાં હાથ નાખશો તેમાં સફળતા મળશે, જેને કારણે તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ રહેશે.
ધનઃ

ધન રાશિના સ્વામી ગુરુ છે અને ગુરુ અને ચંદ્રની યુતિથી ધન રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. કરિયરમાં પણ નવી નવી સફળતાઓ મળી રહી છે. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. શિક્ષણ કે સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં પણ સફળતા મળી રહી છે. વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે.
કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે પણ એપ્રિલ મહિનાના અંતમાં બની રહેલો આ ગજકેસરી યોગ ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. મિત્રો અને સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આ સમયે તમારી લોકપ્રિયતામાં વૃદ્ધિ થશે. તમારા જીવનસાથીના સાથ-સહકાર મળશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન વગેરે મળી શકે છે.