એપ્રિલ મહિનાની શરૂઆતમાં બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય, થશે ધનલાભ…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ ગ્રહો સમય સમય પર ગોચર કરે છે અને એને કારણે બનતાં શુભાશુભ યોગ વિશે પણ માહિતી પણ જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવી છે. માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને એપ્રિલ મહિનો શરૂ થશે.
શરૂ થનારા એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ એક શક્તિશાળી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેને કારણે અમુક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે અને આ રાશિના જાતકો પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે આવો જોઈએ ક્યો છે આ શક્તિશાળી રાજયોગ અને ક્યારે બની રહ્યો છે.આ યોગને કારણે કઈ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે-
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર હાલમાં ગુરુ હાલમાં વૃષભ રાશિમાં બિરાજમાન છે અને બીજી એપ્રિલના ચંદ્ર પણ વૃષભ રાશિમાં ગોચર કરશે. ચંદ્ર અને ગુરુની યુતિથી શક્તિશાળી ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગને કારણે અમુક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. આ રાશિના જાતકોને આકસ્મિક નાણાકીય લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિ-
વૃષભઃ

વૃષભ રાશિના જાતકોને ગજકેસરી રાજયોગને લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમારા વ્યક્તિત્વમાં સુધારો આવશે. સમાજનમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. નવા નવા લોકોને મળશો અને એમની સાથેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે. આ સમય તમે પૈસા કમાવવામાં સફળ થશો.
સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગને કારણે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. આ રાજયોગને કારણે આ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે. વેપારમાં પણ મનચાહ્યો નફો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.
કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો શુભ સાબિત થઈ રહ્યો છે. બેરોજગાર નોકરી શોધી રહેલાં લોકોને આ સમયે ખૂબ જ સારી ઓફર આવી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન કે પગાર વધારો મળી શકે છે. વેપાર કરી રહેલાં લોકોને આ સમયે સારો નફો થશે. વેપારનો વિસ્તાર કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ છે.