હોળી બાદ સોનાની જેમ ચમકી ઉઠશે આ રાશિઓનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ માર્ચ મહિનો ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આ મહિને એક પછી એક મહત્ત્વના ગ્રહો પોતાની ચાલ બદલી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને હોળી બાદ તો ગ્રહોની હિલચાલ ખૂબ જ થઈ રહી છે. ખાસ કરીને હોળી પછી ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર થશે. હોળી પછી શુક્ર અસ્ત થવા જઈ રહ્યા છે જેને કારણે પાંચ રાશિઓનું સૂતેલું ભાગ્ય જાગી ઉઠશે.
આ વખતે 14મી માર્ચના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે અને ત્યાર બાદ 19મી માર્ચના શુક્ર મીન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે અને 23મી માર્ચના ફરીથી ઉદય થઈ રહ્યા છે. શુક્રના આ અસ્ત અને ઉદય થવાની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળશે, પરંતુ જેમાં કેટલાકને વિશેષ લાભ મળશે. પણ પાંચ રાશિઓ એવી છે કે જેમને આને કારણે પારાવાર લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષ:
મેષ રાશિના જાતતો માટે શુક્રની બદલાઈ રહેલી આ સ્થિતિને કારણે ખૂબ જ લાભ થઈ રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોને પ્રેમજીવનમાં પણ લાભ થઈ રહ્યો છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. કરિયર અને બિઝનેસમાં પ્રગતિની તકો મળશે. વિદેશ પ્રવાસ પર જવાનો યોગ પણ રહ્યો છે.
વૃષભ:

આ રાશિના જાતકોને શુક્રના અસ્ત અને ઉદય થવું ખૂબ જ લાભદાયી રહેવાનું છે. આ સમયે તમારા અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. કોર્ટ-કચેરીના કેસમાં પણ તમને સફળતા મળી રહી છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત બની રહી છે. સાસરિયાઓ તરફથી પણ આર્થિક મદદ મળશે. માતા-પિતા અને મોટા ભાઈનો સહયોગ મળશે.
મિથુન:

મિથુન રાશિના જાતકો પર શુક્રની ખાસ અસર જોવા મળશે. આ સમયગાળામાં તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશહાલ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. ભાગ્યનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન કે નવી નોકરી પણ મળી શકે છે.
સિંહ:

સિંહ રાશિના જાતકોને પણ આ સમયગાળામાં શુભ પરિણામો મળી રહ્યા છે. ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. વેપાર કરી રહેલાં લોકોને પણ આ સમયે ખૂબ જ લાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોનો પણ પગારવધારો થઈ રહ્યો છે. કોઈ જૂના રોગથી રાહત મળી રહી છે. લગ્ન કરવા ઈચ્છુક લોકોને પણ આ સમયે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
કુંભ:

કુંભ રાશિના જાતકો માટે પણ આ સમયગાળો એકદમ અનુકૂળ સાબિત થવા જઈ રહ્યો છે. ઉદ્યોગપતિઓને મોટો ફાયદો થશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. નાણાંકીય લાભની તકો પણ ઊભી થઈ રહી છે. આ સમયે પારિવારિક જીવન સુખદ રહેશે. અચાનક પ્રવાસ પર જવાના યોગ બની રહ્યા છે.