બુધ થશે અસ્ત, આ રાશિના જાતકોને થશે લાભ જ લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર બુધનો સંબંધ નોકરી-વેપાર, વાણી અને બુદ્ધિ સાથે છે. આવો આ બુધ ટૂંક સમયમાં જ અસ્ત થવા જઈ રહ્યો છે અને એપ્રિલ મહિનામાં બુધ ફરી ઉદય થવા જઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર બુધ 17મી માર્ચના મીન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. બુધના અસ્ત થવાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય પણ સૂઈ જશે.
વાત જાણે એમ છે કે જ્યારે કોઈ ગ્રહ સૂર્યની વધુ નજીક જાય તો સૂર્યના પ્રભાવથી અસ્ત થઈ જાય છે અને તેની શક્તિઓ ક્ષીણ થઈ જાય છે અને ત્યારે તે અશુભ ફળ આપે છે. હવે આઠમી એપ્રિલના બુધ ફરી ઉદય થવા જઈ રહ્યા રહ્યા છે.
બુધ ઉદય થઈને ત્રણ રાશિના જાતકોને પારાવાર લાભ કરાવી રહ્યા છે. આ રાશિના જાતકોની પ્રગતિ થઈ રહી છે અને આકસ્મિક ધનલાભ પણ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભ:

વૃષભ રાશિના જાતકો માટે ગ્રહોના રાજકુમાર બુધ ઉદય થઈને ખૂબ જ લાભ કરાવી રહ્યા છે. આ રાશિના જાતકો પર બુધના ઉદયની સકારાત્મક અસર જોવા મળી રહી છે. આવકમાં અચાનક વધારો જોવા મળશે. બિઝનેસમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે. શેરબજાર અને લોટરીનું કામ કરી રહેલાં લોકોને પણ લાભ થઈ શકે છે.
મિથુન:

મિથુન રાશિના સ્વામી ગ્રહોના રાજકુમાર બુધ છે. બુદધ ઉદય થઈને મિથુન રાશિના જાતકોને સારો એવો નફો થઈ રહ્યો છે. આ રાશિના નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન વગેરે થઈ શકે છે. પગારમાં વધારો થઈ શકે છે. તમારી કાર્યશૈલી સારી થશે. તમારા કામના વખાણ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે.
કુંભ:

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ બુધનો ઉદય આકસ્મિક ધનલાભ લઈને રહ્યો છે. આ સમયે તમને અટવાઈ પડેલાં પૈસા પાછા મળી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન વગેરે પણ થઈ શકે છે. લેખક, વકીલ, માર્કેટિંગ અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકો માટે પણ આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. પરિવાર સાથે સારો એવો સમય પસાર કરશો.