રાહુ-કેતુનું થશે નક્ષત્ર પરિવર્તન, આ ચાર રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 2024ની જેમ જ 2025નો વર્ષ પણ ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે. માર્ચ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે, જેને કારણે અનેક રાશિઓ માટે મુશ્કેલ સમય શરૂ થવા જઈ રહ્યા છે.
આવી જ એક ગ્રહોની મહત્ત્વની હિલચાલ હોળી બાદ થઈ રહી છે. આ વખતે હોળી 14મી માર્ચના ઉજવવામાં આવશે. હોળીના બે દિવસ બાદ પાપી ગ્રહ રાહુ-કેતુ નક્ષત્ર બદલવા જઈ રહ્યા છે.
આપણ વાંચો: આજનું રાશિફળ (03-03-25): ચાર રાશિના જાતકોને મળશે લાભ, થશે ધાર્યા કામ પૂર્ણ…
રાહુ અને કેતુ અનુક્રમે પૂર્વાભાદ્રપદ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે. બંને ગ્રહોનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે. આ નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર જોવા મળશે પણ ચાર રાશિના જાતકો પર તેની ખાસ અસર જોવા મળશે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ કે જેને સાવધ રહેવું પડશે-
મેષઃ

મેષ રાશિના જાતકો માટે નોકરી-વેપારમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના જાતકોને મહેનતનું પૂરતું પરિણામ નહીં મળે. આ સમયે કોઈ ઈજા અને અકસ્માતનો શિકાર બની શકો છો. દાંપત્ય જીવનમાં પણ મુશ્કેલી થઈ શકે છે. ધનહાનિ થવાના પ્રબળ યોગ છે.
કન્યાઃ

કન્યા રાશિના જાતકનો પણ બંને ગ્રહોના નક્ષત્ર પરિવર્તનથી ચિંતામાં વૃદ્ધિ થશે. અચાનક થઈ રહેલાં ફેરફારો તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે. કરિયરમાં પણ નોકરી છોડવી પડ એવા સંયોગો ઊભા થશે. સરકારી કર્મચારીઓની બદલી વગેરે થશે. ધન હાનિ થઈ શકે છે.
વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ સમય ખાસ કંઈ સારો નથી રહેવાનો છે. તમારે નશાથી દૂર રહેવાનું જરૂર છે, નહીં તો આર્થિક સમસ્યા સતાવી શકે છે. આ સમયે વાહન સંભાળીને ચલાવો. વાદ-વિવાદથી બચવાનું રાખો. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. દેવું લેવાથી બચો, નહીં તો દેવું ચૂકવવામાં મુશ્કેલી પડી શકે છે.
મીનઃ

મીન રાશિના જાતકોને વેપારમાં આકસ્મિક નુકસાન થઈ શકે છે. પૈસા અટવાઈ શકે છે. આ સમયે તમારા પૈસા કોઈ જગ્યાએ અટવાઈ પડશે. કોઈને પણ ઉધાર આપવાનું ટાળો. આ સમયે રોકાણ કરવાથી પણ બચો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે. તાણમાં વધારો થશે.