આ રાશિના જાતકોને લાગે છે ફટાકથી નજર, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

જ્યોતિષશાસ્ત્રમાં નવે નવ ગ્રહની ગોચરની અસર વિશે જણાવવામાં આવ્યું છે, પણ આજે અમે ફોર અ ચેન્જ તમને કંઈક અલગ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. આપણામાંથી ઘણા લોકો સાથે એવું બને છે કે તેમના કામ બનતાં અટકી જાય છે કે પછી ગમે એટલી મહેનત કરે પણ કોઈ પણ કામમાં સફળતા નથી મળતી.
ઘરમાં વારંવાર કોઈને કોઈ બીમાર હોય છે, લડાઈ-ઝઘડા થતાં હોય છે જો તમારી સાથે પણ આવું બને છે તો આજે અમે અહીં તમને આ પાછળના કારણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જો તમારી સાથે પણ આવું બને છે તો નકારાત્ક એનર્જી હોય છે. ઘરમાં કે તમારા લોકોના જીવનમાં ફેલાયેલી નકારાત્મકતા પાછળ કુંડળીના ગ્રહ દોષ, વાસ્તુદોષ, નજર દોષ કે પછી જાદુ-ટોના જેવી ક્રિયાઓ પણ જવાબદાર હોઈ શકે છે. ઘણા લોકો આ બધી વસ્તુને અંધશ્રદ્ધામાં ખપાવે છે.
પરંતુ એવું નથી. જે રીતે આજના સમયમાં ઘણા લોકો તને અંધશ્રદ્ધા માને છે તો કેટલાક લોકો આ બધી વાતોમાં વિશ્વાસ રાખે છે. આજે અમે અહીં તમને તમારા માટે કેટલીક એવી રાશિઓની માહિતી લઈને આવ્યા છીએ કે જેમને સૌથી પહેલાં નજર લાગે છે.
વાત કરીએ સૌથી પહેલાં નજરાઈ જતી રાશિઓની તો સામાન્યપણે કર્ક, વૃશ્ચિક, મીન અને કન્યા રાશિના લોકોને સૌથી પહેલાં નજર લાગે છે, તેમના પર કોઈ પણ નેગેટિવ એનર્જીની સૌથી પહેલાં અસર થાય છે.
કેવી રીતે ખબર પડે કે નેગેટિવ એનર્જી કે નજર લાગી છે કે નહીં? એ કઈ રીતે જાણી શકાય તો એ જાણવા માટે તમારે કેટલીક સિમ્પલ ટિપ્સ ધ્યાન રાખવાની જરૂર છે-
- જ્યારે કોઈ પણ નેગેટિવ એનર્જી તમારા પર હાવી થઈ હશે તો અચાનક જ ધનહાનિ થાય છે, ડર લાગવા લાગે છે
- ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિના ચહેરા પરથી નૂર ઊડી જાય છે, તેઓ હંમેશા બીમાર રહે છે તો સમજી જાવ કે એ વ્યક્તિને નજર લાગી ગઈ છે
- કારણ વિના અનેક વખત આપણને કોઈ વ્યક્તિના ચહેરા પર કાળાશ કે પીળાશ દેખાય છે, આંખો લાલ થઈ જાય છે તો એનું કારણ પણ નેગેટિવ એનર્જી હોઈ શકે છે
- ઘણી વખત વ્યક્તિનો ચહેરો કાળો અથવા તો પીળો દેખાવા લાગે છે અને આંખ લાલ દેખાવા લાગે છે તેવું પણ નકારાત્મક શક્તિઓના કારણે હોઈ શકે છે.
- જો સતત તમારી સાથે કે તમારી આસપાસમાં કોઈ સાથે ખરાબ અને અપ્રિય ઘટનાઓ જ થઈ રહી હોય તો એ પણ એક ઈશારો છે તમારા પર નેગેટિવ એનર્જીનો પ્રભાવ છે