બન્યો ખાસ યોગ, આજથી શરૂ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન…

15મી ફેબ્રુઆરી એટલે કે આજે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો યોગ બની રહ્યો છે. ગ્રહોના સેનાપતિ શુક્ર અને ગ્રહોના રાજકુમાર બુધ આ યોગ બનાવી રહ્યા છે જેનું નામ દશાંશ યોગ. જ્યોતિષશાસ્ત્રમાં દશાંક યોગ ગ્રહોની વચ્ચે સૂક્ષ્મ સંબંધ બનાવે છે જ્યારે આ યોગનું નિર્માણ થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં નાના નાના એવા પરિવર્તન આવે છે જેનો પ્રભાવ લાંબા સમય સુધી જોવા મળે છે.
જ્યારે બે ગ્રહ એકબીજાથી 36 ડિગ્રીના કોણ પર સ્થિત હોય અને એકબીજાને પોતાની દૃષ્ટિથી પ્રભાવ આપે છે ત્યારે તેને દશાંશ યોગ કહેવાય છે. શુક્ર અને બુધ વચ્ચે સર્જાયો છે. શુક્ર અને બુધ બંને શુભ ગ્રહ છે. શુક્ર અને બુધનો દશાંશ યોગ કઈ ત્રણ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે એ જાણીએ-
વૃષભઃ

આ રાશિના સ્વામી શુક્ર છે અને એટલે આ યોગ આ રાશિના જાતકોને વિશેષ લાભ કરાવશે. આ યોગને કારણે આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થશે. નોકરી કરી રહેલાં જાતકોને પ્રમોશન અને પગારવધારો મળવાના યોગ બની રહ્યા છે. વેપાર કરી રહેલાં લોકો આજે કોઈ ડીલ ફાઈનલ કરશે. કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો સારું રિટર્ન મળશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોના સંબંધો સુધરી શકે છે.
કન્યાઃ

કન્યા રાશિનો સ્વામી બુધ છે. શુક્ર અને બુધને કારણે બની રહેલાં દશાંશ યોગને કારણે આ રાશિના જાતકોની સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. કરિયરમાં પણ સફળતા મળશે. નોકરી કરી રહેલાં લોકોને પણ સારી ઓફર મળશે. કોઈ મહત્ત્વના પ્રોજેક્ટમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અટકી પડેલાં કામ પૂરા થશે. બીમારીમાંથી રાહત મળશે.
મકરઃ

મકર રાશિના જાતકો માટે પણ બુધ અને શુક્રને કારણે બની રહેલો આ યોગ શુભ રહેશે. આ રાશિના જાતકોના જીવનમાં ધન અને સફળતા મળશે. મકર રાશિના લોકોને અચાનક ધન લાભ થઈ શકે છે. સંપત્તિ કે જમીન સંબંધિત લાભ વધી શકે છે. વેપારીઓના નવા ઓર્ડર મળી શકે છે. બિઝનેસનું એક્સપાન્શન કરશો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
આપણ વાંચો: આજનું રાશિફળ (15-02-25): મેષ, તુલા સહિત આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે Gooddyy Gooddyy…