ફેબ્રુઆરીમાં એક સાથે થશે ત્રણ ગ્રહોનું ગોચર, આ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period….
આજથી ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનામાં ત્રણ મોટા ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે. આ ત્રણ મોટા ગ્રહોના ગોચરને કારણે ચાર રાશિના જાતકો માટે આ સમયગાળો ગોલ્ડન પીરિયડ સાબિત થશે. ચાલો જોઈએ કયા છે આ ત્રણ ગ્રહો અને ક્યારે થશે આ ગોચર, તેમ જ તેને કારણે કઈ રાશિના જાતકોને લાભ થશે-
આ મહિનામાં સૂર્ય, બુધ સહિત ત્રણ ગ્રહો હોચર કરશે. વાત કરીએ સૌથી પહેલાં ગોચરની તો આજથી ત્રણ દિવસ બાદ એટલે કે ચોથી ફેબ્રુઆરીના ગુરુ બપોરે 3.09 કલાકે વૃષભ રાશિમાં માર્ગી થશે. આ ગોચરના સાત દિવસ બાદ એટલે કે 11મી ફેબ્રુઆરીના બુધ બપોરે 12:58 કલાકે કુંભ રાશિમાં ગોચર કરશે.
ત્યારબાદ 12મી ફેબ્રુઆરીના ગ્રહોના રાજા સૂર્ય શનિની રાશિ કુંભમાં રાતે 10.03 કલાકે ગોચર કરશે. આ રાશિમાં બુધ પહેલાંથી જ બિરાજમાન રહેશે જેને કારણે સૂર્ય અને બુધની યુતિ થશે.
ફેબ્રુઆરી મહિનામાં થઈ રહેલાં આ મહત્ત્વના ગોચરને કારણે અમુક રાશિના જાતકો નોકરી, બિઝનેસમાં લાભ થશે. આ રાશિના પારિવારિક સંબંધો અને આર્થિક સ્થિતિમાં રાહત મળશે. ચાલો, જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે ફેબ્રુઆરીમાં થઈ રહેલા ત્રણ ગ્રહના ગોચરને કારણે જીવનસાથી સાથેના સંબંધોમાં મજબૂતી આવશે. આ સમયે તમે આનંદમાં સમય પસાર કરશો. જો લાંબા સમયથી કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવશે. પાર્ટનરશિપમાં કામ કરી રહેલાં લોકોને પણ ફાયદો થશે. કોઈ મોટી ડીલ ફાઈનલ કરી શકશો. આકસ્મિક ધનલાભ થશે.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે પણ ગ્રહોનું આ ગોચર લાભદાયી રહેવાનું છે. આ રાશિના જાતકોને તમામ કામમાં સફળતા થશે. વિરોધીઓ આજે તમારી સામે ઘૂંટણીયે પડશે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થશે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. નવું મકાન, નવી કાર અથવા જમીન ખરીદવાની તકો બનશે. ફેબ્રુઆરીમાં ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે ધનમાં વૃદ્ધિ થવાની સંભાવના બની શકે છે. આ રાશિના જાતકોને આર્થિક લાભ થશે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આ મહિનો કરિયરમાં સફળતા અપાવશે. તમારા માટે પ્રગતિના નવા નવા માર્ગ ખુલશે. નોકરી કરી રહેલાં જાતકોનું પ્રમોશન થશે. કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાની તક મળી શકે છે. કાર્યસ્થળ પર સિંહ રાશિના જાતકના કામથી બોસ ખુશ થઈ શકે છે. નવી કાર અથવા જમીન પણ જાતક ખરીદી શકે છે. પિતાની સંપત્તિથી લાભ મળી શકે છે. તીર્થયાત્રા પર જઈ શકો છો. અધ્યાત્મિક કાર્યમાં તમારી રૂચિ વધશે.
કુંભઃ
આ રાશિના જાતકોને આ મહિનામાં અનેક સકારાત્મક લાભ મળી શકે છે. શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકે છે. તમે કરેલી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. આ સમયગાળા દરમિયાન કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે. કુંભ રાશિના જાતકોને નવો બિઝનેસ શરૂ કરવાની તક મળી શકે છે. પ્રગતિનો માર્ગ ખુલી શકે છે. વેપારીઓ ફેબ્રુઆરીમાં સારો નફો મેળવી શકશે. તૈયાર કરેલી યોજનાઓ પર કામ કરવાથી સફળતા મળી શકે છે. પારિવારિક જીવનમાં ખુશહાલીઓ આવશે.