
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરીને વિવિધ શુભ-અશુભ યોગનું નિર્માણ કરતાં હોય છે. આ યોગમાં રાજયોગ અને નવપંચમ યોગનો સમાવેશ પણ થાય છે.
આ યોગની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. અહીંયા તમને જણાવવાનું કે 559 વર્ષ બાદ સાત નવપંચમ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં ગુરુ-કેતુ, મંગળ-શનિ, મંગળ-શુક્ર, બુધ-ગુરુ, ચંદ્ર-રાહુ મળીને એક સાથ સાત નવપંચમ યોગ બની રહ્યા છે.
આ યોગને આપણે અમુક રાશિના જાતકોનો ગોલ્ડન પીરિયડ શરૂ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને આકસ્મિક લાભ થવાની સાથે સાથે ભાગ્યોદય પણ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ

મેષ રાશિના જાતકો માટે એક સાથે સાત નવપંચમ યોગ લાભદાયી સાબિત થવાના છે. મેષ રાશિનો સ્વામી મંગળ છે અને મંગળ શનિ તેમ જ શુક્રની સાથે મળીને નવપંચમ યોગ બની રહ્યો છે. આથી આ સમય ધનલાભ થશે. જૂના રોકાણથી ફાયદો થઈ શકે છે. તમે નવી યોજનાઓમાં ધન લગાવી શકો છો. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રહેશે અને તમે સંપત્તિ ખરીદવાની યોજના ઘડી શકો છો. પરંતુ આ સમય દરમિયાન તમારે ક્રોધ પર થોડું નિયંત્રણ રાખવું પડશે.
કર્કઃ

કર્ક રાશિવાળા માટે 7 નવપંચમ યોગ બનવું એ અનુકૂળ સાબિત થશે. આ સમયગાળામાં તમારી આવકમાં વૃદ્ધિ થશે. સમાજમાં તમારી લોકપ્રિયતમાં વૃદ્ધિ થશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વેપાર કરી રહેલાં લોકો માર્કેટમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ થશે. આવકના વધારાના સ્ત્રોત ઊભા થશે. શેર માર્કેટ કે રિયલ એસ્ટેટમાં રોકાણથી લાભ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમે વિચારેલી તમામ યોજનાઓ આજે સફળ થશે.
મકરઃ

મકર રાશિના જાતકો માટે એક સાથે નવપંચમ યોગ બની રહ્યા છે. સાત નવપંચમ યોગનું બનવું એ મકર રાશિના જાતકો માટે શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. આ સમય દરમિયાન તમને કરિયર અને કારોબાર સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. જૂના રોકાણથી લાભ થશે. તમને નવી યોજનાઓમાં ધન રોકી શકો છો. ખર્ચા પર કાબૂ રહેશે અને તમે સંપત્તિ ખરીદવાની યોજના ઘડી શકો છો. કોઈ લક્ઝરી વસ્તુ ખરીદી શકો છો. કામકાજ બાબતે કોઈ જગ્યાએ મુસાફરી પર જવું પડી શકે છે.
આપણ વાંચો: આજનું રાશિફળ (30-01-25): ધન અને મકર રાશિના જાતકોની થશે ઈચ્છા પૂરી, જાણી લો શું છે બાકીની રાશિ હાલ?