બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોને થશે અપરંપાર ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે. ત્રણ દિવસ બાદ એટલે કે 28મી નવેમ્બર, 2024ના રોજ ગુરુ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરીને પોતાની ચાલ બદલાવવા જઈ રહ્યા છે. આ દિવસે ગુરુ મૃગશિરા નક્ષત્રમાંથી બહાર નીકળીને રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે.
ગુરુના આ નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર સારી અસર જોવા મળશે. પરંતુ એ પહેલાં જ 27મી નવેમ્બરના ગ્રહોના રાજા સૂર્યદેવ અને ગ્રહોના સેનાપતિ મંગળ 120° ના ખૂણે સ્થિત થઈને નવપંચમ યોગ બનાવી રહ્યા છે.
નવપંચમ યોગને વૈદિક જ્યોતિષમાં ખુબ શુભ અને શક્તિશાળી યોગ માનવામાં આવે છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે અને આ રાશિના જાતકોને આ સમયે અપરંપાર ધન-દૌલત અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે.
આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ
મેષ રાશિના જાતકોને આ યોગ અને ગુરુના નક્ષત્ર પરિવર્તનથી ધનલાભ થઈ રહ્યો છું. રોકાણથી સારો લાભ થશે, નોકરીમાં પ્રમોશન થશે. આવકમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓને નવા પ્રોજેક્ટ્સ આપવામાં આવશે. વેપારમાં વૃદ્ધિ થવાના પ્રબળ યોગ છે. બેંક બેલેન્સમાં વૃદ્ધિ થશે. નવું વાહન ખરીદી શકો છો. કૌટુંબિક જીવન સુખદ રહેશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
સિંહઃ
સિંહ રાશિના જાતકોને પણ આ સમયે ધનલાભ થશે. લોટરી કે કોઈ રોકાણથી સારો એવો લાભ થઈ રહ્યો છે. દેવામાંથી મુક્તિ મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સ્થિરતા કેળવશે. આવકના સ્રોતમાં વૃદ્ધિ થશે. નોકરી કરી રહેલાં લોકોને ઉપરી અધિકારીની પ્રશંસા મળશે. વેપારમાં પાર્ટનરશિપથી લાભ થશે. વેપારમાં વિસ્તારની નવી તકો મળશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. જૂની બીમારીઓથી છૂટકારો મળશે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે ધનલાભના નવા નવા સ્રોત ખૂલી રહ્યા છે. શેરબજારમાં રોકાણ કરનારાઓને આજે લાભ થશે. નવી નોકરી શોધી રહેલાં લોકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. એક કરતાં વધુ સ્રોતમાંથી આવક થશે. વિદ્યાર્થીઓને કરિયરમાં પ્રગતિના નવા નવા રસ્તાઓ ખુલી રહ્યા છે. વેપારમાં ફાયદો થશે. કૌટુંબિક જીવન સુખમય રહેશે. મોટાભાઈ અને બહેન સહિત લાઈફ પાર્ટનર તરફથી પૂરતો સહયોગ મળશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો.
ધનઃ
ધન રાશિના જાતકો પર ગુરુના નક્ષત્ર પરિવર્તન અને નવપાંચમ યોગની શુભ અસર જોવા મળશે, આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને પણ ધનલાભ થઈ રહ્યો છે. ઓનલાઈન બિઝનેસમાં પણ લાભ થશે. કરિયરમાં પ્રગતિ થવાના યોગ છે. શૈક્ષણિક ક્ષેત્રે સફળતા મળી રહી છે. પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે. જૂની બીમારીઓથી છૂટકારો મળી શકે જેનાથી માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે.
મીનઃ
મીન રાશિના જાતકોને આ સમયે ધનલાભ થઈ રહ્યો છે. કળા અને રચનાત્મક કામો સાથે જોડાયેલા લોકોને અપાર ધનલાભ થશે. આર્થિક અને સામાજિક બંને દ્રષ્ટિએ આ સમય ખૂબ જ મહત્ત્વનો છે. નોકરીયાતોના જીવનમાં સ્થિરતા આવશે. ઓફિસના કામમાં તમને પ્રશંસા મળી શકે છે. તમને નવી જવાબદારીઓ મળી શકે છે. જેનાથી વધારાની આવક થવાના ચાન્સ છે. વેપારમાં વધારો થશે. નવા ઉત્પાદનોના લોન્ચથી લાભ થશે. માનસિક તણાવમાંથી રાહત મળશે.