
જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા ગણવામાં આવે છે. શનિદેવ દરેક વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. હાલમાં શનિદેવ મીન રાશિમાં બિરાજમાન રહેશે અને 2027 સુધી તેઓ આ જ રાશિમાં બિરાજમાન રહેશે. આવા આ શનિદેવ 24 કલાક બાદ એટલે કે 24મી જુલાઈના શક્તિશાળી રાજયોગ બનાવી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને મોજા હી મોજા થવાના છે.
આ પણ વાંચો: આજનું રાશિફળ (23-07-25): સિંહ, કન્યા અને મીન રાશિના જાતકો માટે આજે દિવસ હશે Gooodddyyy Gooodddyyy….
મળતી માહિતી મુજબ 24મી જુલાઈના શનિદેવ અને ગ્રહોના રાજા સૂર્ય એકબીજાથી 120 ડિગ્રીના અંતરે બિરાજમાન રહેશે, જેને કારણે નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જોગાનુજોગ આ જ દિવસે હરિયાલી અમાસ પણ છે, જેને કારણે આ દિવસ ખૂબ જ ખાસ હશે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર શનિ અને સૂર્ય દ્વારા બનાવવામાં આવી રહેલાં આ રાજયોગને કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
મેષ રાશિના જાતકોને આ રાજયોગથી પારાવાર લાભ થઈ રહ્યો છે. નોકરીમાં સારા પરિણામો મળી રહ્યા છે. કામના સ્થળે પ્રમોશન વગેરે મળી શકે છે. તમારી આવકમાં વધારો થઈ રહ્યો છે. હરિફ સ્પર્ધકો સાથે સરળતાથી સ્પર્ધા કરશો. જીવનમાં ખુશહાલીનું આગમન થશે.
તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો શુકનિયાળ રહેશે. આ સમયે તમારી મહેનત પૂરેપૂરી રંગ લાવશે. સફળતા તમારા કદમ ચૂમશે. ધાર્મિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે, જેને કારમે તમારી માનસિક શાંતિ પણ વધશે. તમારી આસપાસમાં રહેલાં લોકો પણ તને માન-સન્માન આપશે.
આ રાશિના જાતકોને કામના સ્થળે સહકર્મચારીઓનો સાથ-સહકામ મળશે. તમારા સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. કરિયરની દ્રષ્ટિએ આ સમય સારો રહેવાનો છે. આ સમય તમારા માટે અનુકૂળ રહેશે. આ સમયે તમારે તમારા વાણી-વર્તનમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સમયે આ રાશિના જાતકોનો સારો સમય શરૂ થઈ રહ્યો છે. વેપારીઓને તેમના કામમાં સફળતા મળશે.