પિતૃપક્ષમાં બનશે શક્તિશાળી દુર્લભ યોગ, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર ધનલાભ…

હિંદુ માન્યતાઓ અનુસાર હાલમાં પિતૃપક્ષ ચાલી રહ્યા છે. સાતમી સપ્ટેમ્બરથી શરુ થયેલા આ પિતૃપક્ષ 21મી સપ્ટેમ્બર સુધી ચાલશે અને હિંદુ ધર્મમાં આ 15 દિવસનું ખૂબ જ વધારે મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. હવે આ પિતૃપક્ષ દરમિયાન જ ચંદ્રમા મિથુન રાશિમાં ગોચર કરશે, જ્યાં પહેલાંથી જ દેવગુરુ ગુરુ બિરાજમાન છે. ગુરુ અને ચંદ્રની યુતિથી ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે સારા દિવસોની શરૂઆત થશે.
જ્યોતિષશાસ્ત્રમાં પિતૃપક્ષ દરમિયાન ગજકેસરી યોગનું નિર્માણ થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 12મી સપ્ટેમ્બરના ચંદ્રમાં મિથુન રાશિમાં ગોચર કરશે અને ત્યાં ગુરુ પહેલાંથી જ બિરાજમાન છે. ગુરુ અને ચંદ્રની યુતિથી ગજકેસરી યોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગમે ખૂબ જ પ્રભાવશાળી અને શક્તિશાળી માનવામાં આવે છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ચંદ્ર-ગુરુના સંયોગથી બની રહેલો આ દુર્લભ યોગ ખૂબ જ શુભ રહેવાનો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
આ રાશિના જાતકો માટે ચંદ્ર અને ગુરુની યુતિથી બની રહેલો ગજકેસરી યોગ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. દાંપત્યજીવન ખૂબ જ સુખદ રહેશે. જૂના અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આ સમયે દપેક કામમાં સફળતા મળશે.
સિંહ રાશિના જાતકો માટે આ દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સમય અનુકૂળ રહેશે. આવકના નવા નવા સ્રોત ઉભા થઈ રહ્યા છે. કરિયર અને કારોબારમાં સફળતા મળી રહી છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. રોકાણથી સારો એવો લાભ થશે. પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો. વેપારમાં નફો વધશે.
કન્યા રાશિના જાતકો માટે આ યોગ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે પ્રમોશન વગેરે મળી શકે છે. પારિવારિક શાંતિનો માહોલ જોવા મળશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી રહેશે. બિઝનેસનો વિસ્તાર થશે. જૂના મિત્ર સાથે મુલાકાત થશે. જે પણ કામ હાથમાં લેશો તેમાં આ સમયે સફળતા હાંસિલ થશે.
આ પણ વાંચો: આજનું રાશિફળ (08-09-25): આ ત્રણ રાશિના જાતકોના ટાર્ગેટ થશે પૂરા, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?