ધર્મતેજરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Mayમાં થશે ગ્રહોની મોટી હિલચાલ, આ રાશિના જાતકોને લાગશે Lottery, જુઓ તમારી રાશિ પણ છે ને?

અત્યારે જે રીતે દેશભરમાં લોકસભાની ચૂંટણીના કારણે નાની-મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે એ જ રીતે બે દિવસ બાદ શરૂ થઈ રહેલાં મે મહિનામાં ગ્રહોની પણ મોટી ઉથલપાથલ થઈ રહી છે. ગુરુ, શુક્ર સહિતના મહત્ત્વના ચાર ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે અને આ ગોચરની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે પણ તેમ છતાં ચાર રાશિ એવી છે કે જેમના માટે સોનેરી સમય શરૂ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: મેષ રાશિમાં અસ્ત થઈને પણ શુક્ર બનાવશે આ રાશિઓને માલામાલ…

મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર પહેલી મેના દિવસે ગુરુ બપોરે 01:50 કલાકે વૃષભ રાશિમાં ગોચર કરશે અને 10મી મેના રોજ સાંજે 07:03 વાગ્યે ગ્રહોના રાજકુમાર બુધ મેષ રાશિમાં, 14મી મેના દિવસે ગ્રહોના રાજા સૂર્ય સાંજે 06:04 વાગ્યે વૃષભ રાશિમાં અને 19મી મેના રોજ ગ્રહોના સેનાપતિ શુક્ર સવારે 8.51 કલાકે વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ ચારેય મહત્ત્વના ગ્રહો એક જ મહિનામાં ગોચર કરી રહ્યા છે જેની અસર વિવિધ રાશિઓ પર જોવા મળશે, પણ ચાર એવી રાશિઓ છે કે જેમને આ ગોચરનો વિશેષ લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ચાર ભાગ્યશાળી રાશિઓ…

Raashi

મે મહિનામાં થઈ રહેલાં ચાર મહત્ત્વના ગ્રહોના ગોચરને કારણે મેષ રાશિના જાતકોના જીવનમાં મહત્ત્વના ફેરફાર જોવા મળશે. નોકરી અને વેપાર કરતા લોકોને સફળતા મળશે. આવક વધારવા માટે તમે અલગ અલગ નવા નવા સ્રોત વિકસાવશો. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન મળી શકે છે. કુંવારા લોકો માટે લગ્નના માંગા આવી શકે છે. વૈવાહિક જીવન સુખમય રહેશે અને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.

શુક્ર, ગુરુ, બુધ અને સૂર્યનું એક જ મહિનામાં થઈ રહેલું રાશિ પરિવર્તન આ રાશિના લોકોને ધનલાભ કરાવશે. આવકમાં વૃદ્ધિ થશે. નાણાંકીય સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી થશે. બચત પર ધ્યાન આપશો. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને નવી નોકરીની ઓફર આવી શકે છે. કારકિર્દી માટે આ સમય એકદમ અનુકૂળ છે. બિઝનેસ કરી રહેલાં લોકોને નવો પાર્ટનર મળી શકે છે.

સિંહ રાશિના જાતકો માટે ચાર મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન એક લોટરીની ટિકિટ સમાન સાબિત થવાનું છે. આ રાશિના લોકોનો ગોલ્ડન પીરિયડ શરુ થઈ રહ્યો છે. કારકિર્દીની નવી ઊંચાઈઓ પર પહોંચશો. કામના સ્થળે તમારા પ્રભાવ અને પદ બંનેમાં વૃદ્ધિ થઈ રહી છે. પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો. કોઈ જૂના રોકાણથી પણ લાભ થઈ રહ્યો છે.

મકર રાશિના લોકો પર શુક્ર, ગુરુ, બુધ અને સૂર્યના ગોચરની સકારાત્મક અસર જોવા મળી શકે છે. આ ગોચર તમારા કરિયર માટે શુકનિયાળ નિવડશે. નોકરી કે બિઝનેસ કરી રહેલાં લોકોને આજે સારા સમાચાર સાંભળવા મળી શકે છે. લાંબા સમયથી નોકરી શોધી રહેલાં લોકોને નોકરી મળી શકે છે. આ મહિનો તમારા માટે સફળતા લઈને આવી રહ્યો છે. પૈસા કમાવવા માટે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button