ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (01-08-24): મહિનાના પહેલાં દિવસે આ રાશિના જાતકોને થશે ધનલાભ, ભાગ્યનો મળશે સાથ…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. વૈવાહિક જીવનમાં આજે કોઈ મુદ્દાને લઈને તણાવ જોવા મળી શકે છે. આજે તમારે એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વરિષ્ઠ સભ્ય સાથે વાત કરવી પડી શકે છે. જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવા કે વેચવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. વાહન અચાનક બગડવાથી તમારા આર્થિક ખર્ચમાં વધારો થશે. તમને સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. જો તમે તમારા ભાઈ કે બહેન પાસેથી કોઈ મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે તમારે તમારી પ્રોપર્ટીને લઈને થોડી સાવધાની રાખવાનો રહેશે. જો નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આજે તમારી એ ઈચ્છા પણ પૂરી થઈ રહી છે. કોઈ મિત્ર દ્વારા કહેવામાં આવેલી વાતથી તમને ખરાબ લાગશે. તમે રક્ત સંબંધી સંબંધોમાં ચાલી રહેલા વિખવાદને ઉકેલવાનો પ્રયાસ કરશો. પરિવારના નાના બાળકો તમારી પાસેથી કંઈક માંગી શકે છે. તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા થવાની સંભાવના છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના નવા નવા દ્વાર ખોલનારો રહેશે. આજે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. કોઈ કામ ખરાબ થતાં આજે તમારું મન થોડું વિચલીત થશે. તમારે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખવી પડશે. તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ અને સાથ મળશે. તમારે તમારી આસપાસ રહેતા લોકો વિશે સાવચેત રહેવાની જરૂર છે. તમારો કોઈ મિત્ર તમારા માટે નફાકારક સોદો લાવી શકે છે. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને સારો ઓર્ડર મળશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કંઈક નવું કરી દેખાડવા માટેનો રહેશે. આજે તમારે કોઈ પણ કામ ઉતાવળમાં કરવાથી બચવાનો રહેશે, નહીંતર મુશ્કેલી ઊભી થઈ શકે છે. ટેકનિકલ કામમાં તમને પ્રગતિ મળશે. તમે તમારા વ્યવસાયમાં કેટલાક નવા સાધનો પણ સામેલ કરી શકો છો. બેંકિંગ સેક્ટરમાં કામ કરતા લોકો સારી બચત યોજનામાં પૈસા રોકી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધવાથી તમે પ્રસન્ન રહેશો. આજે તમારા ઘરે કોઈ પણ શુભ-માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામો લઈને આવી રહ્યો છે. લેવડ-દેવડ સંબંધિત બાબતોમાં આજે કોઈ સાવધાની રાખવી પડશે. જો તમારો કોઈની સાથે વિવાદ ચાલી રહ્યો છે, તો તે આજે વધી શકે છે. તમે તમારા પિતા સાથે નવી કાર ખરીદવા વિશે વાત કરી શકો છો. તમારે તમારા બાળકોની સંગત પર વિશેષ ધ્યાન આપવું પડશે, નહીં તો તેઓ તમને કોઈ ગેરરીતિ તરફ દોરી શકે છે. તમારા પરિવારના લોકો તમારી વાતનું સંપૂર્ણ સન્માન કરશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારીપૂર્વક આગળ વધવાનો રહેશે. કામના સ્થળે આજે તમારા કામમાં થોડું નુકસાન થઈ શકે છે. આજે તમે કોઈની સલાહને અનુસરો છો, તો તે તમને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. પરિવારના સભ્યો વચ્ચે વધતા મતભેદોને કારણે વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. તમારે તમારી શારીરિક સમસ્યાઓને અવગણવાનું ટાળવું જોઈએ, નહીંતર તેમના વધવાથી કોઈ નવો રોગ થઈ શકે છે. તમારા કાર્યની ગતિ થોડી ધીમી રહેશે, પરંતુ તેમ છતાં તમે તમારા કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેવાનો છે. આજે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. તમારા તમામ કામ સમયસર પૂરા કરવા માટે આજે તમારે પ્રયાસ કરવો પડશે, નહીંતર એને કારણે તમારી સમસ્યા વધી શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે સારો ફાયદો થશે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હોય, તો તમને તે પૈસા સરળતાથી પાછા મળી જશે. તમારો કોઈ મિત્ર તમને લાંબા સમય પછી મળવા આવી શકે છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાનીથી આગળ વધવાનો રહેશે.

આ રાશિના જાતકોએ આજે પોતાની ખાણી-પીણી પર ખાસ ધ્યાન આપવું પડશે. જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે અને એને કારણે ઘરનું વાતાવરણ એકદમ ખુશનુમા રહેશે. નવા પરિણીત લોકોને પોતપોતાના ઘરોમાં એડજસ્ટ થવામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમે કોઈ ખાસ વ્યક્તિને મળશો. જો તમારા મનમાં કોઈ મૂંઝવણ ચાલી રહી હશે તો આજે તમારે એ બાબતે પિતા સાથે વાત કરવી પડશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે ધાર્મિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે. આજે તમને તમારી ભાવનાઓ કોઈ સહકર્મચારી સમક્ષ રજૂ કરવાની તક મળી શકે છે. આજે તમે તમારા કામમાં વધારે વ્યસ્ત રહેશો. પારિવારિક સમસ્યાઓને લઈને તમારે કોઈ નક્કર પગલાં લેવા પડશે. સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહેલાં લોકોને આજના દિવસમાં કોઈ મહત્ત્વના સમાચાર સાંભળવા મળી શકે છે.

મકર રાશિના જાતકો માટો આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેવાનો છે. આજે તમને તમારા કામને લઈને કેટલીક ગૂંચવણોનો સામનો કરવો પડી શકે છે અને એને કારણે તમારા તણાવમાં વધારો થઈ શકે છે. આજે સંતાનના શિક્ષણને લઈને તમારે કેટલાક મહત્ત્વના પગલાં લેવા પડી શકે છે. તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી તમને રાહત મળશે. આજે જો તમારો કોઈ સાથે વિવાદ થાય તો તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખો. તમે તમારી આવક વધારવાનો પ્રયાસ કરશો, જેના માટે તમને આવકના નવા સ્ત્રોત પણ મળશે. આજે તમારી નાણાંકીય સ્થિતિ વધારે મજબૂત બની રહી છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. વાહનનો ઉપયોગ કરતી વખતે આજે તમારે ખાસ કાળજી રાખવી પડશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોને નવી ઓળખ મળી શકે છે. સરકારી નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન મળી શકે છે અને એને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે. આજે કેટલાક મહત્ત્વના લોકો વિશે મળશો, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્ત્વના કામ સમયસર પૂરા કરવાનો રહેશે. આજે તમારા માટે દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. કામના સ્થળે આજે તમારા વિરોધીઓ તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી શકે છે. આજે તમારા પિતાનો કોઈ જૂનો રોગ ફરી ઊભરીને સામે આવી શકે છે અને એના માટડે તમારે ડોક્ટરની મુલાકાત લેવી પડશે. વૈવાહિક જીવનમાં જો કોઈ સમસ્યા ચાલી રહી હતી તો આજે એનો પણ ઉકેલ આવી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button