Hanuman Jayanti પર જાણો બજરંગબલિની મનગમતી રાશિઓ વિશે…

આજે 12મી એપ્રિલના હનુમાન જયંતિની ઉજવણી કરાઈ રહી છે અને સંકટ મોચન હનુમાનજી સાત ચિરંજીવીઓમાંથી એક છે. સાચા મનથી જો તમે હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવે તો તમને તેના ફળ ચોક્કસ મળે છે. હનુમાનજી તમારા જીવનમાં આવેલા સંકટને દૂર કરે છે. આજે હનુમાન જયંતિના અવસરે આપણે વાત કરીશું બજરંગબલિની મનગમતી રાશિઓ વિશે.
જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક એવી રાશિઓ વિશે માહિતી આપવામાં આવી છે જેમના પર હંમેશા હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. આ રાશિના જાતકોને જીવનમાં ભરપૂર પ્રગતિ અને ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં આ રાશિના જાતકો કોઈ પણ સમસ્યાથી ડર્યા વિના હિંમતથી તેનો સામનો કરે છે.
આ પણ વાંચો: આજનું રાશિફળ (12-04-2025): આજનો દિવસ કોના માટે લાભદાયક રહેશે, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
મેષ રાશિ બજરંગબલિની મનગમતી રાશિઓમાંથી એક છે. મેષ રાશિનો સ્વામી મંગળ છે અને મંગળનો સંબંધ હનુમાનજી સાથે છે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ બજરંગબલિની કૃપાથી હંમેશા સારી રહી છે. હનુમાનજીની પૂજા અર્ચના કરીને આ રાશિના જાતકો અપરંપાર સફળતા હાંસિલ કરે છે.
સિંહ રાશિ પણ હનુમાનજીની કૃપા રહે છે. આ રાશિના જાતકો સંકચમોચન હનુમાનજીની કૃપાથી નાની ઉંમરે જ સફળતા હાંસિલ કરે છે. સિંહ રાશિના જાતકો ધનસંપત્તિના માલિક બને છે. મંગળવારે અને શનિવારે હનુમાનજીની પૂજા કરવાથી આ રાશિના જાતકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
વૃશ્ચિક રાશિના જાતકોના ઈષ્ટદેવ હનુમાનજી છે. આ રાશિના જાતકો પર બજરંગબલિની વિશેષ કૃપા વરસે છે. આ રાશિના જાતકોને નોકરી-વેપારમાં પણ હંમેશા હનુમાનજીની કૃપા વરસે છે. હનુમાનજી આ રાશિના જાતકોની સંકટ સમયે સુરક્ષા કરે છે. હનુમાનજીની આરાધના કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે.
કુંભ રાશિના સ્વામી શનિ છે અને શનિ આ રાશિના જાતકોને બિલકુલ કષ્ટ પડવા દેતા નથી, કારણ કે આ રાશિના જાતકો હનુમાનજીના ભક્ત હોય છે. કુંભ રાશિના જાતકો પર હનુમાનજીના વિશેષ આશિર્વાદ પ્રાપ્ત થાય છે. હનુમાનજી આ રાશિના જાતકોના જીવનમાં સુખ-સુવિધા અને શાંતિ રાખે છે.