ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

5 એપ્રિલે આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે દેવી લક્ષ્મીની કૃપા થશે વાંચો મેષથી મીન સુધીના લોકોનો વરતારો

શુક્રવારનો દિવસ સંતોષી માતાને સમર્પિત હોય છે. ચાલો આપણે જાણીએ કે આજના દિવસે કઇ રાશી પર માતાની કૃપા થશે

મેષ રાશિને ઓફિસમાં આજે ખૂબ જ વ્યસ્ત સમયપત્ર રહેશે. તેમને કામની વધારાની જવાબદારીઓ પણ મળશે. કાર્યસ્થળ પર બિનજરૂરી દલીલબાજીથી બચવું જરૂરી છે. મિલકતને લઈને પરિવારમાં વિવાદ થઈ શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. વધુ પડતા ગુસ્સાથી બચો અને શાંત મનથી નિર્ણય લો. ભાગીદારીના વ્યવસાયમાં કોઈના પર પણ આંધળો વિશ્વાસ નહીં કરતા. આજે પૈતૃક સંપત્તિને લઈને ચાલી રહેલા વિવાદોમાંથી રાહત મળશે અને સંપત્તિના નવા માર્ગો પણ બનશે. મન પ્રસન્ન રહેશે વાણીમાં નમ્રતા રહેશે. નોકરીમાં બદલાવની શક્યતા છે. પ્રગતિની તકો પણ મળી શકે છે. સ્થાન પરિવર્તન પણ થઈ શકે છે.

વૃષભ રાશિના જાતકોને આજે આત્મસંયમ રાખવો જરૂરી છે. ગુસ્સાથી બચજો. વાતચીતમાં પણ શાંતિ જાળવજો. તમને જુના મિત્રોને મળવાનું થઈ શકે છે. સંજોગો સાનુકૂળ રહેશે. જીવનમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓમાંથી રાહત મળશે. નાણાકીય બાબતોમાં આજે લીધેલા નિર્ણયો સાચા સાબિત થશે. પૈસા સંબંધિત વિવાદોમાંથી તમને રાહત મળશે. ઘરમાં શુભ કાર્યનું આયોજન પણ થઈ શકે છે. કોર્ટ કચેરીના મામલાઓમાં વિજય મળશે. સુખસુવિધા અને વૈભવી જીવન જીવવાની તક મળશે.

મિથુન રાશિના જાતકો માટે આજે સંજોગો પ્રતિકૂળ છે. વાહન સાવધાનીથી ચલાવજો. ઇજાઓ થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. જોકે, વેપારમાં ધનહાનિના પણ સંકેતો છે, તેથી નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણયો લેવા. ઓફિસમાં બિનજરૂરી દલીલબાજીથી બચજો. તમારી વાણી પર નિયંત્રણ રાખજો અને એવા શબ્દોનો ઉપયોગ ના કરશો જેનાથી કોઈની ભાવનાને ઠેસ પહોંચે. તમારું મન પરેશાન થઈ શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વધારાનો ખર્ચ થશે. તમને તમારા માતા પિતા અને બાળકો તરફથી સહયોગ મળશે. વાહનની જાળવણી પાછળ પણ ખર્ચ વધશે.

કર્ક રાશિવાળા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. નોકરી અને વ્યવસાયમાં પણ વાતાવરણ અનુકૂળ રહેશે. તમને તમારા કામનું ઇચ્છિત પરિણામ મળશે. તમને ઘણા પ્રોજેક્ટની જવાબદારી મળશે. નાણાકીય લાભની નવી તકો મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નાણાનો પ્રવાહ વધશે. નવા પ્રોજેક્ટની જવાબદારી મળશે જે આવકનું સાધન બનશે. ઓફિસ મિટિંગમાં તમારા વિચારો શેર કરવામાં અચકાતા નહીં. સહયોગીઓ સાથે મળીને કામ કરશો તો તેનાથી કામનું સારું પરિણામ મળશે. સંપૂર્ણ આત્મવિશ્વાસ રહેશે, પરંતુ સાંજ પછી મન અસ્વસ્થ થઈ શકે છે. વેપારમાં મુશ્કેલી આવી શકે છે. જોકે, મિત્રની મદદથી આવકનો સ્ત્રોત પણ બની શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે. નોકરીની શોધ પૂરી થશે સંજોગો પણ ધીમે ધીમે સાનુકૂળ બનશે. નોકરી ધંધામાં પ્રગતિની તક મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારમાં પણ આર્થિક લાભ થશે. જોકે, કેટલાક લોકોને તેમની કરિયારમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં વિરોધીઓ સક્રિય રહેશે. તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપજો. બિનજરૂરી વાદવિવાદ ટાળજો. તંદુરસ્ત જીવનશૈલી અપનાવો અને તંદુરસ્ત રહો. એ માટે દરરોજ યોગ અને ધ્યાન કરો. બિઝનેસ માટે પિતા સાથે અન્ય જગ્યાએ જઈ શકો છો અને બહારગામનું પણ આયોજન કરી શકો છો.

કન્યા રાશિના જાતકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ છે. શૈક્ષણિક કાર્યમાં તમને સુખદ પરિણામ મળશે. જો કે, નોકરી કરતા લોકોને નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વ્યાપારીઓએ વ્યાપારી સોદા પર હસ્તાક્ષર કરતા પહેલા થોડી સાવધાની રાખવી જરૂરી છે. નાણાકીય બાબતોમાં કોઈના પર આંધળો વિશ્વાસ નહીં કરો અને પૈસા સંબંધિત નિર્ણયો ઉતાવળમાં નહીં લો. તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપો. તમારા જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવશો. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ કામ પર તણાવ રહી શકે છે. તમને કોઈ મિત્ર તરફથી વ્યવસાય માટે પ્રસ્તાવ મળી શકે છે વેપાર માટે વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ બની રહી છે.

તુલા રાશિના જાતકોના જીવનમાં ઘણા ઉતારચઢાવ આવશે. કાર્યમાં પડકારો વચ્ચે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. વેપારીઓને વેપારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શાંત ચિત્તે નિર્ણય લો. કારકિર્દીની વૃદ્ધિ માટે નવી તકો પર નજર રાખો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અવગણશો નહીં અને શક્ય તેટલી વહેલી તકે ડોક્ટરની સલાહ લેજો. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. નોકરીમાં પ્રગતિનો માર્ગ મોકળો થશે. માન સન્માન પ્રાપ્ત થશે. પ્રવાસના પણ યોગો છે.

વૃશ્ચિક રાશીના જાતકોએ આજે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. ટીમ વર્ક પર પણ ધ્યાન આપો. ઓફિસમાં સહયોગીઓ સાથે મળીને કામ કરો અને પડકારોને દૂર કરવા માટે એકબીજાને પ્રોત્સાહિત કરતા રહો. આજે આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે. આજે ભૂતકાળની યાદો પરેશાની વધારી શકે છે. તમારી લાગણી પર નિયંત્રણ રાખજો. પરિવાર સાથે સમય વિતાવશો. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જવાની યોજના પણ બનાવી શકો છો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. કાળજીપૂર્વક વાહન ચલાવો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો. પરિવાર તરફથી સહયોગ મળશે. બૌદ્ધિક કાર્યથી આવક વધી શકે છે. તમને મિત્રોનો પણ સહયોગ મળશે.

ધનુ રાશિના જાતકોને આજે આધ્યાત્મિક કાર્યમાં રસ પડશે. આળસથી દૂર રહેજો. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નવા પ્રયાસો કરો. નવા કાર્યની શરૂઆત કરવા માટે પણ આજનો દિવસ શુભ છે. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને જીવનમાં આગળ વધો. ઘરમાં શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. પરિવાર સાથે કશે બહાર જવાનો પ્રોગ્રામ બની શકે છે. કેટલાક લોકો તેમના જીવનસાથી સાથે બહારગામ જવાનું પણ આયોજન કરી શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. વ્યવસાયના વિસ્તારની તક મળશે. માતા પિતા તરફથી પણ તમને ધન લાભ થઈ શકે છે. એકંદરે આજનો દિવસ તમારા માટે સારો રહેશે.

મકર રાશિના જાતકોને પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે. કેટલાક લોકોના લગ્ન પણ નક્કી થઈ શકે છે. તમે તમારા જીવનસાથી સાથે સાથે રાત્રી ભજનનું પણ આયોજન કરી શકો છો. તમારા વ્યસ્ત સમય પત્રકમાંથી થોડો સમય કાઢો અને તમારા જીવનસાથી સાથે યાદગાર પળો વિતાવો તેનાથી પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. જો કે, ઓફિસનું કામ ખૂબ જ જવાબદારી સાથે સંભાળજો. આવકના નવા સ્ત્રોત બનશે, પરંતુ સાથે સાથે ખર્ચ પણ વધશે તેથી નાણાકીય નિર્ણયો સમજી વિચારીને લેજો. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. વેપારના કામોમાં પણ વ્યસ્તતા રહેશે. વેપારમાં પણ પરિવર્તનની શક્યતાઓ છે. તમને કોઈ મિત્રનો સહયોગ પણ મળી શકે છે.

કુંભ રાશીના જાતકોને આજે સખત મહેનતનું ફળ મળશે. વ્યવસાયિક જીવનમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો થશે. તમને તમારા દરેક કાર્યમાં અપાર સફળતા મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. રોમાન્ટિક જીવન પણ સારું રહેશે. સંબંધોમાં પ્રેમ વધશે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. આજે કામકાજના સંબંધી પ્રવાસે તક મળશે. તમારી દિનચર્યામાંથી વિરામ લો અને મનગમતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. નોકરીમાં તમને કેટલીક વધારાની જવાબદારી મળી શકે છે. શૈક્ષણિક કાર્યમાં પણ સાવધાન રહો નહીંતો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળ આપનારો રહેશે. આજે જીવનમાં સર્જનાત્મકતા અને નવા નવા વિચારો સાથે કરવામાં આવેલા કામ સફળ થશે. આજે પૈસાની લેવડ ટાળો. વ્યક્તિગત વિકાસ પર ધ્યાન આપો. નવી કુશળતા શીખો. કારકિર્દીમાં વૃદ્ધિ માટે નવી તકો મળશે. ઓફિસમાં બિનજરૂરી વાદવિવાદથી દૂર રહો. તમારા પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવું. આજે વૈવાહિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે અને સંબંધોમાં કડવાશ દૂર થશે. કળા પ્રત્યે રુચિ વધી શકે છે. વાણીનો પ્રભાવ વધશે. તમે તમારા વ્યવસાયને વિસ્તારવા માટે માતા-પિતા પાસેથી પૈસા મેળવી શકો છો અને પરિવાર સાથે પ્રવાસ પર પણ જઈ શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button