એક જ અઠવાડિયામાં બે વખત ચાલ બદલશે બુધ, પાંચ રાશિના જાતકોને જલસા જ જલસા…

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર બુધનો સંબંધ બુદ્ધિ, સંચાર અને સમૃદ્ધિનો કારક માનવામાં આવ્યો છે. આ અઠવાડિયે બુધ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે. એક જ અઠવાડિયામાં બુધ બે વખત પોતાની ચાલ બદલશે, જેને કારણે 12-12 રાશિના જાતકો પર તેની અસર જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે 48 કલાક બાદ એટલે કે 21મી મેના બુધ સૂર્યના નક્ષત્ર કૃતિકામાં ગોચર કરશે અને એના બે દિવસ બાદ એટલે કે 23મી મેના બુધ વૃષભ રાશિમાં ગોચર કરશે.
એક જ અઠવાડિયામાં બુધ રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન પણ કરશે, જેને કારણે અનેક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોના જીવનમાં શાંતિ અને સ્થિરતા જોવા મળશે. ક્રિયેટિવ ફિલ્ડ સાથે સંકળાયેલા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃષભ રાશિના જાતકો માટે બુધનું આ ગોચર શુભ સાબિત થવા જઈ રહ્યું છે. આ જ રાશિમાં બુધ રાશિ પરિવર્તન કરીને પ્રવેશ કરશે એટલે તેમના આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. પ્રોફેશનલ લાઈફમાં પણ સ્થિરતા આવશે. રોકાણ માટે સમય એકદમ અનુકૂળ છે. વેપારમાં પણ લાભ થઈ રહ્યો છે. સંબંધોમાં મિઠાશ જોવા મળશે.

મિથુન રાશિના જાતકો માટે પણ એક જ અઠવાડિયામાં બે વખત થઈ રહેલું બુધનું ગોચર લાભદાયી રહેશે. બુધ મિથુન રાશિનો સ્વામી છે. પ્રોફેશનલ લાઈફમાં પણ નવી નવી ઊંચાઈઓ પર પહોંચશો. નોકરીમાં પ્રમોશન વગેરે મળી રહ્યું છે. કોઈ મહત્ત્વનો પ્રોજેક્ટ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય છે. આ સમયે મહેનતનું ફળ પૂરેપૂરું મળશે.

કન્યા રાશિના જાતકો માટે બુધનું થઈ રહેલું આ ગોચર ખૂબ જ લાભદાયી રહેવાનું છે. પ્રોફેશનલ લાઈફમાં પણ નવી નવી તક મળી રહી છે. નવા પ્રોજેક્ટની જવાબદારીઓ મળી ખકે છે. નવો વેપાર શરૂ કરવા માંગતા હોવ તો આ સમય અનુકૂળ છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપીને સફળતા હાંસિલ કરશે.

તુલા રાશિના જાતકો બુધનું ગોચર શુભ પરિણામ લઈને આવી રહ્યું છે. પ્રોફેશનલ લાઈફમાં સફળતા હાંસિલ કરશો. નવી નવી જવાબદારીઓ સોંપવામાં આવશે અને તમે એને સફળતાપૂર્વક પૂરી કરશો. બિઝનેસમાં કોઈ નવી ડીલ ફાઈનલ થવાથી લાભ થશે. વિદ્યાર્થીોને કોઈ પરિક્ષામાં સફળતા મળી રહી છે. સંબંધોમાં ખુશીઓનું આગમન થશે.

મકર રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ અને ખુશીઓ લઈને આવશે. જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. બિઝનેસમાં કોઈ ડીલથી લાભ થઈ રહ્યો છે. અભ્યાસમાં વિદ્યાર્થીઓને રસ પડશે. કમ્યુનિકેશન સ્કીલથી લોકો પ્રભાવિત થશે. કુંવારા લોકો માટે સારા પ્રસ્તાવ આવી શકે છે. આ સમયે જેટલી મહેનત કરશો, એટલું ફળ મળશે.