ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

બુધ, શુક્ર અને શનિ મચાવશે ધમાલ, આ ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…

જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવ્યો છે, કારણ કે તે સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે એટલું જ નહીં પણ શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે અને તેમની મહેર નજર રંકને રાજા બનાવી દે છે તો તેમની વક્રદ્રષ્ટિ રાજાને પળવારમાં રંક બનાવી દે છે. ઓગસ્ટ મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ હેપનિંગ રહેવાનો છે, કારણ કે આ જ મહિનામાં શનિ શશ રાજયોગ બનાવી રહ્યા છે. બુધ અને શુક્રની યુતિ થઈ રહી છે અને સાથે શુક્ર અને શનિની સ્થિતિ પણ એવી છે કે તેઓ બંને એકબીજાની સામે જોઈ રહ્યા છે, જેને કારણે સમસપ્તક રાજયોગ અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બની રહ્યો છે. આ તમામ યોગ અને હિલચાલની 12-12 રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળશે, પણ ત્રણ રાશિ એવી છે કે જેમના પર આ રોજયોગની વિશેષ અસર જોવા મળી રહી છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

After eight days, a powerful Raja Yoga

વૃષભ રાશિના જાતકો માટે આ ઓગસ્ટ મહિનો ખૂબ જ શુકનિયાળ સાબિત થવાનો છે, કારણ કે આ રાશિના સ્વામી શુક્ર છે અને તે શનિના મિત્ર પણ છે. શનિદેવ આ સમયે વૃષભ રાશિના જાતકોને પારાવાર લાભ કરાવી રહ્યા છે. આ રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળી રહી છે. નવી નોકરી મળી શકે છે. મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. પરિવારજનો સાથે સારો સમય પસાર કરશો.

સિંહ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. કામકાજના સંબંધમાં પ્રવાસ કરશો અને એને કારણે તમને લાભ થશે. વેપારી વર્ગ માટે આ સમયગાળો ખૂબ જ શુકનિયાળ સાબિત થવાનો છે. હરિફાઈમાં ભાગ લઈ રહેલાં લોકોને સફળતા મળી રહ્યો છે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકોને ઓગસ્ટમાં બની રહેલાં આ રાજયોગ શુભ પરિણામ આપી રહ્યા છે. તમારી કોઈ મોટી ઈચ્છા પૂરી થતાં તમારી શુખીનો પાર નહીં રહે. પાવર અને પોઝિશનનો ઉપયોગ કરીને તમે તમારો ફાયદો કરી લેશો. કરિયર માટે આ સમય ખૂબ જ સકારાત્મત રહેવાનો છે. લાંબા સમય બાદ કોઈ પ્રોજેક્ટ પૂરો થઈ રહ્યો છે. ધનલાભ થઈ રહ્યો છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. કોઈ સાથે જો મતભેદ થયો હતો તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button