ગ્રહોના રાજકુમાર બુધ એક વર્ષે બદલશે ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ…

જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે અને બુધનો સંબંધ વાણી, વ્યવસાય અને બુદ્ધિનો કારક માનવામાં આવ્યો છે. જ્યારે કોઈ જાતકની કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત હોય ત્યારે એ જાતકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ જોવા મળે છે. હાલમાં બુધ ગુરુની રાશિ ધનમાં બિરાજમાન છે અને ટૂંક સમયમાં તે પોતાની ચાલ બદલશે. બુધની આ બદલાયેલી ચાલનો 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળશે, પણ કેટલીક એવી રાશિઓ છે કે જેમના પર એની વિશેષ અસર જોવા મળશે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બુધ 17મી જાન્યુઆરીના સવારે મકર રાશિમાં ગોચર કરશે. બુધનું આ ગોચર કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ તો મળશે જ પણ એની સાથે સાથે આ રાશિના જાતકોને અપરંપાર લાભ પણ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે શનિની રાશિ મકરમાં થઈ રહેલું બુધનું ગોચર શુભ રહેશે. આ સમયે આ રાશિના વેપાર કરી રહેલાં જાતકોને પણ લાભ થવાના યોગ બની રહ્યા છે. નવી નવી નોકરીની ઓફર મળતાં તમારું મન પ્રસન્ન રહેશે. પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. નાણાંકીય સ્થિતિ પણ સારી રહેશે. જીવનસાથી સાથે મનમેળ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળો અનુકૂળ રહેશે.
મકરઃ

મકર રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. જો જીવનમાં કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો કોઈ આર્થિક સમસ્યા સતાવી રહી હશે તો તેનો પણ ઉકેલ આવશે. નાણાંકીય સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બનાવી રહી છે. ઘર-પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે.
કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે બુધનું મકર રાશિમાં થઈ રહેલું ગોચર શુભ અને સારા પરિણામો લઈને આવી રહ્યું છે. નોકરી કરી રહેલાં જાતકોના કામની આ સમયે પ્રશંસા થશે. વેપારીઓ માટે આવકના નવા નવા સ્રોત ખૂલશે. નાની મોટી કોઈ સમસ્યા સતાવશે, પણ તમે તમારી સૂઝબૂઝ અને સમજદારીથી ઉકેલ લાવશો. આ સમયે જે પણ કામમાં હાથ નાખશો એમાં સફળતા જ મળશે.

