રાશિફળસ્પેશિયલ ફિચર્સ

10 દિવસ બાદ બુધ થશે અસ્ત, આ ચાર રાશિના લોકોના જીવનમાં મચાવશે ઉત્પાત… જોઈ લો તમારી રાશિ તો નથી ને?

ગઈકાલે જ ગ્રહોના રાજકુમાર બુધે કુંભ રાશિમાં ગોચર કર્યું. કુંભ રાશિમાં પહેલાંથી જ શનિ અને સૂર્ય હાજર છે. આ ત્રણેય ગ્રહોની યુતિથી શશ રાજયોગ, બુધાદિત્ય યોગ અને ગજકેસરી યોગ બની રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે આ સમયગાળા દરમિયાન. સાતમી માર્ચ સુધી બુધ શનિની રાશિ કુંભમાં જ રહેશે, પણ એના સાત દિવસ પહેલાં જ એટલે કે પહેલી માર્ચના બુધ અસ્ત થવા જઈ રહ્યા છે. એક તરફ બુધનું ગોચર અને બીજી બાજું અસ્ત થઈ જવું વિવિધ રાશિના જાતકો પર તેની સારી-નરસી અસજ જોવા મળષે.

કુંભ રાશિમાં બુધ અને સૂર્યની યુતિ બુધાદિત્ય યોગ બનાવી રહી છે, જ્યારે આ બંનેની સાથે શનિ પણ પોતાની સ્વરાશિમાં હાજર છે. સૂર્ય અને બુધના કુંભ રાશિમાં પ્રવેશની સાથે જ ગજકેસરી યોગ બની રહ્યો છે. આ બંને શુભ યોગ બાદ હવે પહેલી માર્ચના ગ્રહોના રાજકુમાર બુધ અસ્ત થવા જઈ રહ્યા છે ત્યારે ચાર એવી રાશિઓ છે કે જેમને નુકસાન પહોંચી શકે છે. આવો જોઈએ કઈ છે આ ચાર રાશિઓ જેમને આ સમયગાળા દરમિયાન ખાસ સાવધ રહેવાની જરૂર છે…


કર્કઃ

કર્ક રાશિના લોકો માટે બુધનું અસ્ત થવું અશુભ પરિણામો લઈને આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. વિવાદ થઈ શકે છે. કામકાજમાં વધારે મહેનત કરવી પડી શકે છે. પરિવારમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી શરે છે. શેરબજારમાં રોકાણ કરી રહેલાં લોકોએ ખૂબ જ સમજી-વિચારીને રોકાણ કરવું પડશે.

કન્યાઃ

કન્યા રાશિના લોકોના જીવનમાં પણ બુધનું અસ્ત થવું એ સંઘર્ષ ઊભા કરી રહ્યું છે. કામના સ્થળે આ રાશિના લોકોએ પોતાની જગ્યા કાયમ બનાવી રાખવા માટે મહેનત કરવી પડશે. સંયમથી કામ લેવાની સલાહ આપવામાં આવે છે. વિવાદમાં પડવાનું ટાળો. વધી રહેલાં ખર્ચ તમારું બજેટ ખોરવશે. ઘરમાં પણ વાદ-વિવાદ અને ક્લેશ થવાના યોગ બની રહ્યા છે.

વૃશ્ચિકઃ


વૃશ્ચિક રાશિના લોકોને પણ ગ્રહોના રાજકુમાર બુધ અશુભ ફળ આપી રહ્યા છે. નોકરી-વેપારમાં તમારે પારાવાર મહેનત કરવી પડી શતે છે. ફાલતુ ખર્ચમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે. કોઈ પાસેથી પણ ઉધાર લેવાનું કે આપવાનું ટાળો. રોકાણ માટે પણ આ સમય પ્રતિકૂળ છે.


મીનઃ


મીન રાશિના જાતકો માટે પણ આ સમય મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. કામ પૂરા કરવામાં વિના કારણ વિલંબ થશે. ખર્ચા તમારું બજેટ ખોરવી નાખશે. રોકાણ કરવા માટે થોડો સમય રાહ જોવી વધુ હિતાવહ છે. આ સમયગાળા દરમિયાન પરિવારને લઈને કોઈ પણ મોટો નિર્ણય લેવાનું ટાળો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button