મૌની અમાવસ્યા પર બની રહ્યો છે ખાસ યોગ, આ પાંચ રાશિના જાતકો પર થશે ધનવર્ષા…
હિંદુ પંચાગ અનુસાર 29મી જાન્યુઆરીના મૌની અમાવસ્યા પડી રહી છે. મૌની અમાવસ્યા માઘ મહિનામાં આવે છે એટલે જ તેને માઘી અમાસના નામે પણ ઓળખવામાં આવે છે. આ વખતની મૌની અમાવસ્યા પર વર્ષો બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે મકર રાશિમાં સૂર્ય, ચંદ્રમા અને બુધ એક સાથે ત્રિગ્રહી અને ત્રિવેણી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથે જ ગુરુ પણ વૃષભ રાશિમાં બિરાજમાન રહેશે અને એને કારણે આ યોગની અસર મહાકુંભ પર જ જોવા મળશે. મૌની અમાવસ્યા પર બની રહેલા યોગની તમામ રાશિના જાતકો પર જોવા મળશે, પણ પાંચ રાશિના જાતકો પર તેની ખાસ અસર જોવા મળશે. આ રાશિના જાતકો પર ધનવર્ષા થશે અને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આવો જોઈએ કયો છે આ ભાગ્યશાળી રાશિઓ-
મૌની અમાવસ્યાથી વૃષભ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. માનસિક તાણમાંથી છુટકારો મળી રહ્યો છે. ધનલાભ પણ થઈ રહ્યો છે. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળશે.
કર્ક રાશિના જાતકો માટે મૌની અમાવસ્યા પર બની રહેલાં આ યોગની શુભ અસર જોવા મળશે. કર્ક રાશિના જાતકો આ સમયે કોઈ નવું કામ શરૂ કરશે. ધાર્મિક કાર્યમાં તમારી રૂચિ વધશે. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.
વર્ષો બાદ મૌની અમાવસ્યા પર બની રહેલાં દુર્લભ સંયોગ કન્યા રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. કામના સ્થળે તમારી સ્થિતિમાં સુધારો જોવા મળશે. તમારા અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. કન્યા રાશિના જાતકોને ધનલાભ થવાની શક્યતા છે.
તુલા રાશિના જાતકોના જીવનમાં મૌની અમાવસ્યા બાદ સકારાત્મક પરિણામો જોવા મળશે. કામના સ્થળે સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. દરેક સ્થિતિમાં તમે મજબૂત થઈને આગળ વધશો. લાભ થતાં તમારું મન પ્રસન્ન રહેશે.
મકર રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી રહેશે. સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરશો.