મંગળ કરશે સૂર્યના નક્ષત્રમાં ગોચર, ત્રણ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે વધારો…

જુલાઈ મહિનામાં ગ્રહોના સેનાપતિ, લાલ ગ્રહના નામે ઓળખાતા મંગળ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. વૈદિક પંચાગ અનુસાર 23મી જુલાઈ, 2025ના રોજ સવારે 08.50 કલાકે મંગળ સૂર્યના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે અને ગોચરને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થશે. 13મી ઓગસ્ટ સુધી મંગળ આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. મંગળના આ નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળશે, પણ કેટલીક એવી રાશિઓ છે કે જેમને આ ગોચરથી વિશેષ લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યના નક્ષત્રમાં મંગળનું થઈ રહેલું ગોચર ખૂબ જ લાભદાયી રહેશે. આ રાશિના જાતકોને આ સમયે સરળતાથી સફળતા મળી જશે. આ સમયે આ રાશિના લોકો ઓછી મહેનતથી વધુ નફો કમાવશે. ધાર્મિક કાર્યમાં તમારો રસ વધશે, પરિવાર સાથે પણ મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. બિઝનેસમાં સારો એવો નફો થશે. માન-સન્માનમાં વધારો થશે.

તુલા રાશિના જાતકો માટે આ સમય ફાયદાકારક રહેશે. આ સમયે તમારા બાકી રહેલાં કામ પણ પૂરા થશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આત્મવિશ્વાસ વધશે. કમાણીની નવી નવી તક પણ ઉપલબ્ધ થઈ રહી છે. પગાર વધારાને કારણે પૈસાની તંગીની સમસ્યા પણ ઉકેલાઈ રહી છે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.

સિંહ રાશિના જાતકો માટે સૂર્યના નક્ષત્રમાં થઈ રહેલું મંગળનું ગોચર ખૂબ જ ફળદાયી રહેશે. આ સમયે પ્રોપર્ટી, વાહન કે મકાન ખરીવા માટે આ સમય અનુકૂળ રહેશે. લોકોની આર્થિક સ્થિતિમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. પરિવારના સભ્યોમાં પ્રેમ અને સ્નેહ વધશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
આપણ વાંચો: 48 કલાક બાદ ગ્રહોના રાજકુમાર બુધ ચાલશે ઉલટી ચાલ, આ રાશિના જાતકો બનશે માલામાલ…