
જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેનો સંબંધ લીડરશિપ, એનર્જી અને સાહસનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ મંગળની ચાલ બદલાય છે ત્યારે તેની સારી નરસી અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. અનેક રાશિના જાતકો પર મંગળના ગોચરની સકારાત્મક અસર જોવા મળે છે, આ રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળે છે, પ્રગતિ થાય છે, ભાગ્યનો સાથ મળે છે. આવો આ મંગળ ગ્રહ 4 દિવસ બાદ એટલે કે 28મી જુલાઈના કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જેને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ આખરે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો આત્મવિશ્વાસમાં વૃદ્ધિ લઈને આવે છે. કરિયર સંબંધિત મહત્ત્વના નિર્ણયો લેશો. હરિફ લોકો પર હાવી થશો. માતા તરફથી ધનપ્રાપ્તિ થશે. જૂની બીમારીમાંથી પણ આ સમયે મુક્તિ મળશે. આ રાશિના જાતકોને શિક્ષણ ક્ષેત્રે પણ સારી એવી સફળતા મળશે. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળશે.

કર્ક રાશિના જાતકોને આ સમયે કામના સ્થળે લાભ જ લાભ થઈ રહી છે. લાંબા સમયથી અટકી પડેલી યોજનાઓ સફળ થશે. સ્વાસ્થ્યને લઈને પણ તમે જાગરૂક રહેશો. નોકરીમાં મનગમતું પ્રમોશન વગેરે મળી શકે છે. મહેમાનનું આગમન થશે. ઘર-પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે. કોઈને કોઈ વચન આપ્યું હશે તો તે પણ પૂરું કરશો.

મંગળનું કન્યા રાશિમાં થઈ રહેલું ગોચર આ રાશિના જાતકો માટે સારું રહેશે. ધનલાભ થઈ શકે છે. કામના સ્થળે માહોલ તમને ખુશ રાખે એવું હશે. વરિષ્ઠ લોકો તમારા કામના વખાણ કરશે. બચત કરવામાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થશે. વિદેશથી કામ કરી રહેલાં લોકોને પણ આ સમયે લાભ જ લાભ થઈ રહ્યો છે. બિઝનેસમાં મનચાહ્યો લાભ થઈ રહ્યો છે.

ધન રાશિના જાતકો માટે આ સમયે શુભ પરિણામ આપશે. આ સમયે તમે હારેલી બાજી પણ જિતી લેશો. કરિયર સંબંધિત કોઈ મોટા સમાચાર મળશે. નોકરી શોધી રહેલાં લોકોને મનચાહી નોકરી મળી શકે છે. પ્રમોશન વગેરે થશે. ઘર-પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય સારો રહેશે. વૈવાહિક જીવન સારું રહેશે.