મંગળ કરશે ગોચર, આ ચાર રાશિના જાતકોના જીવનમાં થશે મંગલ મંગલ…

એક દિવસ બાદ એટલે વર્ષનો ત્રીજો મહિનો શરૂ થવા જોઈ રહ્યો છે અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ માર્ચ મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે કારણ કે આ જ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો પોતાની ચાલ બદલી રહ્યા છે, જેનો પ્રભાવ 12-12 રાશિ પર જોવા મળશે. કોઈ રાશિ માટે આ પરિવર્તન સકારાત્મક રહેશે તો કોઈ રાશિ માટે તે નકારાત્મક રહેશે. માર્ચ મહિનામાં જ ગ્રહોના સેનાપતિ પોતાની રાશિ બદલી રહ્યા છે ત્યારે ચાલો જોઈએ મંગળ ગોચરની કઈ રાશિ પર કેવી અસર જોવા મળશે…
જ્યોતિષીઓ લાલ ગ્રહ તરીકે ઓળખાતા મંગળને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે અને જે રાશિના જાતકોની કુંડળીમાં મંગળ મજબૂત હોય છે એ વ્યક્તિ સાહસી અને નિડર હોય છે. 15મી માર્ચના મંગળ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. કુંભ રાશિમાં પહેલાંથી જ ન્યાયના દેવતા શનિ દેવ બિજારમાન છે. આવી પરિસ્થિતિમાં શનિ અને મંગળની યુતિ થઈ રહી છે. આ યુતિને કારણે ચાર રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ…
મેષ રાશિના જાતકો માટે મંગળનું ગોચર ખૂબ જ શુભ સાબિત થઈ રહ્યો છે. લાંબા સમયથી જો કામમાં અવરોધો આવી રહ્યા હતા તો તે દૂર થઈ રહ્યા છે અને સફળતા મળશે. સરકારી નોકરી શોધી રહેલાં લોકોને પણ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વૈવાહિત જીવન સુખમય રહેશે અને જીવનસાથીનો પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યો છે.
સિંહ રાશિના લોકો માટે જાતકો માટે કુંભ રાશિમાં મંગળનું ગોચર ફળદાયી સાબિત થવાનું છે. કરિયરમાં સફળતા મળી રહી છે. કામના સ્થળે પ્રગતિ થઈ રહી છે. ધનલાભના પણ યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. જો તમે કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન એમાંથી પણ મુક્તિ મળી શકે છે.
મકર રાશિના લોકો માટે મંગળ ગોચર લાભદાયી સાબિત થવાનું છે. સ્વાસ્થ્ય પહેલાંથી વધુ સારું રહેશે. લાંબા સમયથી બીમાર હતા તો આજે એમાંથી પણ મુક્તિ મળી રહી છે. ધનલાભના નવા નવા સ્રોત બની રહ્યા છે અને એને કારણે આર્થિક સમસ્યામાંથી છુટકારો મળી રહ્યો છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે.
કુંભ રાશિના લોકો માટે પણ મંગળ ગોચર સૂતેલું ભાગ્ય જગાવી શકે છે. આ રાશિના જાતકોને કાર્યમાં સફળતા મળી રહી છે. વેપારીઓને નફો થઈ શકે છે. ધનલાભ થવાના પૂરેપૂરા યોગ છે. પાર્ટનરનો સંપૂર્ણ સહયોગ મળશે, જેને કારણે મન પ્રસન્ન રહેશે. પોઝિટિવ ફિલ કરશો. વેપારીઓ માટે પણ આ સમયગાળો સારો રહેશે.