માર્ચ મહિનામાં ગ્રહોની થશે મોટી હિલચાલ, આ રાશિના જાતકો બનશે માલામાલ…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આજથી શરૂ થઈ રહેલો માર્ચ મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેશે. આ મહિનાની શરૂઆતમાં જ શુક્ર મીન રાશિમાં વક્રી થઈ રહ્યા છે, ત્યાર બાદ 15મી માર્ચના ગ્રહોના રાજકુમાર મીન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. આ સિવાય માર્ચ મહિનામાં જ 30 વર્ષ બાદ મીન રાશિમાં શનિના ગોચર બાદ સૂર્ય-શનિની યુતિ થશે. 14મી માર્ચના ગ્રહોના રાજા સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે અને 29મા માર્ચે શનિદેવ પણ મીનમાં ગોચર કરશે. એક જ મહિનામાં ગ્રહોની હિલચાલની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે. માર્ચ મહિનામાં શુભ ગ્રહોની ગોચર સ્થિતિ પાંચ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને લાભકારી સાબિત થશે. જાણો કોના કોના સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પણ સાથ સાથ મળી રહ્યો છે.
આજથી શરૂ થયેલો માર્ચ મહિનો મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. આ મહિને સૂર્યના પ્રભાવથી પરાક્રમમાં વૃદ્ધિ થશે. આત્મવિશ્વાસ પણ વધશે. જે પણ નિર્ણય લેશો તેમાં તમને સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરી બદલવા માંગતા લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. પરિવારના સભ્યોનો સાથ-સહકાર મળશે. વિદેશ મુસાફરીના અનેક યોગ બની રહ્યો છે.
મિથુન રાશિના જાતકો માટે આ મહિનો સકારાત્મક સાબિત થશે. આ સમયગાળામાં તમને દરેક કામમાં સફળતા મળશે. લોખંડ, તેલ, પેટ્રોલ કે ખનિજનું કામ કરી રહેલાં લોકોને આ સમયે ખૂબ જ લાભ થઈ રહ્યો છે. આ મહિને તમને ટેક્નિકલ કામથી ખૂબ જ લાભ થશે. નોકરીયાત અને વેપારી વર્ગના લોકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ છે. આ દરમિયાન તમને પૈતૃક સંપત્તિનું સુખ હાંસિલ થશે.
કર્ક રાશિવાળા માટે માર્ચ મહિનો લાભકારી સિદ્ધ થઈ શકે છે કારણ કે આ મહિને જ શનિ ગોચર કરી રહ્યા છે. સૂર્ય અને શનિની યુતિથી કર્ક રાશિના જાતકોને ખૂબ જ લાભ થઈ રહ્યો છે. આ સમયે તમને ભાગ્યનો પણ પૂરેપૂરો સાથ મળશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન વગેરે મળશે અને કરિયરમાં વધુ સારી તક મળશે. આવકમાં વૃદ્ધિ થશે. વેપારીઓને સારો એવો ધનલાભ થશે. દેશ વિદેશની મુસાફરીના યોગ બની રહ્યા છે.
કુંભ રાશિના લોકો માટે આ માર્ચ મહિનો શુકનિયાળ રહેશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. કોઈ જગ્યાએ અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. નાણાકીય યોજનાઓ સફળ થશે, અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. કૌટુંબિક જીવનમાં ખુશીઓનો માહોલ રહેશે. તમારા માટે સરકારી ક્ષેત્રે કામમાં સફળતાના યોગ છે. તમારી કમાણીમાં પણ વધારો થશે. તમારી વાણીમાં પ્રભાવ વધશે. આ સમયે નવા નવા લોકો સાથે તમારી મુલાકાત થશે, જેને કારણે ભવિષ્યમાં તમને લાભ થશે.
મીન રાશિના લોકો માટે પણ આ માર્ચ મહિનો ખૂબ જ લાભ થશે. આ મહિનામાં ભૌતિક સુખના સાધનોમાં વધારો થશે. જે લોકો અપરિણીત છે તેમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. નોકરીયાતો માટે આ સમય વિશેષ ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓની કૃપા થઈ શકે છે. આ ઉપરાંત સહકર્મીઓનો પૂરેપૂરો સાથ મળશે. વેપાર કરી રહેલાં લોકોને આ સમયે સારો એનો નફો થશે. વેપારનો પણ વિસ્તાર થઈ શકે છે.