March 2024 Horoscopes: 6 રાશિના જાતકો માટે ખૂબ જ Lucky છે શરૂ થયેલો March મહિનો… મુંબઈ સમાચાર

March 2024 Horoscopes: 6 રાશિના જાતકો માટે ખૂબ જ Lucky છે શરૂ થયેલો March મહિનો…

જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દર થોડાક સમયે ગ્રહો ગોચર કરે છે, રાશિ પરિવર્તન કરે છે કે પછી અસ્ત અને તેમનો ઉદય થાય છે. આ તમામ પરિવર્તનની 12-12 રાશિના જાતકો પર સારી નરસી બંને અસર જોવા મળે છે. અગાઉ પણ તમને જણાવ્યું હતું એમ માર્ચ મહિનામાં ગ્રહોની ઉથલપાથલ થઈ રહી છે અને એની તમામ રાશિ પર અસર જોવા મળશે. બે દિવસ બાદ પાપી અને માયાવી ગ્રહ કેતુ નક્ષત્ર પરિવર્તન કરીને હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે અને ત્યાર બાદ સાતમી માર્ચના ગ્રહોના રાજકુમાર બુધ ગોચર કરી રહ્યા છે. એના સાત દિવસ દિવસ બાદ ગ્રહોના રાજા સૂર્ય ગોચર કરશે. 18મી માર્ચના શનિનો પોતાની સ્વ રાશિ કુંભમાં ઉદય થઈ રહ્યો છે અને 25મી માર્ચના લાલ ગ્રહ મંગળ ગોતન કરી રહ્યા છે.

અહીં જણાવવામાં આવેલા તમામ ગ્રહોના પરિવર્તનની અસર તમામ રાશિ પર જોવા મળશે, પણ તેમ છતાં છ રાશિ એવી છે કે જેમના માટે આ માર્ચ મહિનો ખૂબ જ લકી સાબિત થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ છ રાશિ…


વૃષભઃ વૃષભ રાશિના જાતકોને માર્ચ મહિનામાં થઈ રહેલી ગ્રહોની હિલચાલને કારણે કેટલાક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વધારે પગારવાળી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. ધનપ્રાપ્તિ થઈ રહી છે. બેંક બેલેન્સમાં પણ ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. કુંવારા લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.


કર્કઃ કર્ક રાશિના જાતકો માટે માર્ચ મહિનો ખૂબ જ શુકનિયાળ સાબિત થઈ રહ્યો છે. વિદેશમાં નોકરી કરવાનું સપનું પૂરું થઈ રહ્યું છે. વિદેશમાં વેકેશન પણ મનાવવા જઈ શકો છો. અટકી પડેલું ધન પાછું મળી શકે છે. લવલાઈફ સારી રહી રહેશે. લગ્ન થવાના યોગ બની રહ્યા છે.


સિંહઃ માર્ચ મહિનામાં થઈ રહેલાં આ રાશિ પરિવર્તનને કારણે સિંહ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. કામમાં સફળતા મળી રહી છે. પાર્ટનરશિપમાં કરેલો બિઝનેસ ફાયદો કરાવી રહ્યો છે. કોઈ મહત્ત્વની યાત્રા પર જઈ શકો છે.


કન્યાઃ કન્યા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. પૈસા આવવાના નવા નવા રસ્તાઓ બની રહ્યા છે. જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થઈ રહ્યું છે. તમારી પર્સનાલિટી વધુ આકર્ષક બની રહી છે. કોઈ કામમાં મનમાની સફળતા મળતાં આજે તમારી ખુશીનો પાર નહીં રહે.


વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના લોકોનું ઘર કે વાહન ખરીદવાનું સપનું પૂરું થઈ રહ્યું છે. રોકાણથી ફાયદો થવાના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. તમારા કરેલાં સારા કામની પ્રશંસા થઈ રહી છે. પ્રમોશન કે ઈન્ક્રિમેન્ટ થવાના યોગ બની રહ્યા છે.


કુંભઃ કુંભ રાશિના જાતકો જે સોનેરી તકની રાહ જોઈ રહ્યા હતા તે એમને માર્ચ મહિનામાં મળી રહી છે. વેપારીઓ માટે આ સમય ખૂબ જ મહત્ત્વનો અને શુભ છે. નોકરી કરી રહેલાં લોકોની આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. જે પણ કામ હાથમાં લેશો એમાં સફળતા મળી રહી છે.

Back to top button