24 કલાક બાદ બુધના નક્ષત્રમાં મંગળ કરશે ગોચર, ત્રણ રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન…

જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે અને અન્ય ગ્રહોની જેમ મંગળ પણ ચોક્કસ સમયે રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન કરે છે. મંગળ એક રાશિમાં ગોઢ મહિનો એટલે કે 45 દિવસ સુધી રહે છે અને મંગળના ગોચરની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળે છે.
હાલમાં મંગળ પોતાની સ્વરાશિ વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે. હવે 24 કલાક બાદ મંગળ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિવસ આવી રહ્યા છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે 19મી નવેમ્બરના સાંજે 7.40 કલાકે ગ્રહોના સેનાપતિ મંગળ બુધના નક્ષત્ર જ્યેષ્ઠા નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યા છે. સાતમી ડિસેમ્બર સુધી મંગળ આ જ રાશિમાં બિરાજમાન રહેશે.
જ્યેષ્ઠા નક્ષત્રની વાત કરીએ તો તે 27મા નક્ષત્રમાંથી તે 18મું નક્ષત્ર છે અને તેના સ્વામી બુદ્ધ અને રાશિ વૃશ્ચિક છે. મંગળના આ ગોચરને કારણે અમુક રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. આ સમયે આ રાશિના જાતકોના અટકી પડેલાં કામ પૂરા થશે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
આપણ વાચો: આજનું રાશિફળ (18-11-25): આજે આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ, સાંભળવા મળશે કોઈ Good News…
તુલાઃ

તુલા રાશિના જાતકો માટે મંગળનું થઈ રહેલું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી થઈ રહ્યું છે. આ સમયે આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન થશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ પણ બની રહ્યા છે. નવો વેપાર કરવાનું શરૂ વિચારી રહ્યા હોય તો આ સમય અનુકૂળ છે. બિઝનેસમેનને નફો થતાં મન પ્રફુલ્લિત થશે.
વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભ કરાવનારો રહેશે. કામના સ્થળે તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવસલે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમે તમારી વાત આ સમયે સરળતાથી લોકો સામે રજૂ કરી શકશો. કરિયરની દ્રષ્ટિએ પણ આ સમય એકદમ શ્રેષ્ઠ રહેશે. લાંબા સમયથી કોઈ મહેનત કરી રહ્યા છો તો આ સમયે તમને તમારી મહેનતનું ફળ મળશે. પ્રોપર્ટી કે વાહન વગેરે ખરીદવાનું સપનું સાકાર થશે.
મીનઃ

મીન રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર ખૂબ જ શુભ રહેશે. આ સાથે જ રૂચક, મંગળ આદિત્ય યોગથી લઈને ત્રિગ્રહી જેવા યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. નોકરી કરી રહેલાં લોકો માટે આ આ સમય ખૂબ જ લાભદાયી રહેશે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે સારી એવી ઓફર આવી શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકોને પણ લાભ થઈ રહ્યો છે.


