આજે બની રહ્યો છે માલવ્ય યોગ, આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ…

જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ચાલી રહેલો એપ્રિલ મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. આજે એટલે કે 23મી એપ્રિલના પણ આવો જ એક મહત્ત્વનો યોગ બની રહ્યો છે. જેને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કયો છે આ યોગ અને કઈ રાશિના જાતકોને આ યોગથી ખાસ લાભ મળી રહ્યો છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જ્યારે શુક્ર પોતાની રાશિ વૃષભ કે તુલા અથવા ઉચ્ચ રાશિ મીનમાં કુંડળીના પહેલા, ચોથા, સાતમા અને દસમા ભાવમાં સ્થિત હોય ત્યારે માલવ્ય યોગ બને છે. આ યોગનો સંબંધ ધન, સમૃદ્ધિ અને ઐશ્વર્ય સાથે હોવાનું કહેવાય છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને માલવ્ય રાજયોગ લાભ કરાવી રહ્યો છે-
આ પણ વાંચો: આજનું રાશિફળ (23-04-25): આજે આ પાંચ રાશિના જાતકોને થઈ શકે છે કોઈ મોટો ફાયદો, જોઈ લો તમારી રાશિ છે ને?
મિથુન

આ રાશિના જાતકોને આ સમયે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. નવી નવી તક આવશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકો આજે નવા નવા કોન્ટેક્ટ બનાવશે. ફેમિલી બિઝનેસમાં પણ મનચાહ્યો લાભ થશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મહેનત કરવી પડશે. જીવનસાથી સાથે જો કોઉ મુદ્દે વાદ-વિવાદ ચાલી રહ્યો હતો તો આજે એનો પણ ઉકેલ આવશે.
કન્યા

માલવ્ય યોગ કન્યા રાશિના જાતકો માટે જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે. લાગણીઓ વ્યક્ત કરવા માટે અનુકૂળ સમય છે. બિઝનેસ કરી રહેલાં લોકોને સારા પરિણામો મળશે. આ સમયે મોટા નફાની સાથે નાની નાની બાબતો પર પણ ધ્યાન આપો. નોકરી કરતાં લોકોના કામથી વિરોધીઓ પણ પ્રભાવિત થશે. માતા-પિતા સાથે સમય પસાર કરશો.
ધન

ધન રાશિના જાતકો માટે આ સમય શુભ પરિણામો લઈને આવશે. આ સમયે તમને તમારી મહેનતનું પૂરેપૂરું પરિણામ મળશે. કામના સ્થળે તમારા કામની નોંધ લેવાશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો. આર્થિક સમસ્યા દૂર થશે.
મીન

મીન રાશિના જાતકો માટે આજે બની રહેલો માલવ્ય યોગ લાભ કરાવી રહ્યો છે. આ રાશિના જાતકોને આ સમયે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આ સમયે તમે તમારા પરિવારને મળી શકશો. ભાવનાત્મક દ્રષ્ટિએ પણ આ સમય ખૂબ જ સારો રહેશે. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળશે.