31મી માર્ચના સર્જાઈ રહ્યો છે માલવ્ય રાજયોગ, આ ત્રણ રાશિના જાતકોના અચ્છે દિનની થશે શરૂઆત…
ગ્રહોની ચાલ પરિવર્તનની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર પોતાની ચાલ બદલે છે અને આવા જ એક ગોચર વિશે આજે આપણે વાત કરવાના છીએ. ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખાતો શુક્ર ટૂંક સમયમાં જ ગોચર કરવા જઈ રહ્યો છે. 31મી માર્ચના શુક્રને ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે. શુક્ર હવે શનિની રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરવા જોઈ રહ્યો છે. મીન રાશિમાં શુક્રના પ્રવેશથી માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળશે, પણ તેમ છતાં ત્રણ રાશિ એવી છે કે જેમના પર આ રાજયોગની વિશેષ અસર જોવા મળશે. આવો જોઈએ કઈ છે આ ત્રણ રાશિઓ…
મીન રાશિમાં શુક્રના થઈ રહેલાં ગોચરને કારણે મિથુન રાશિના લોકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. 31મી માર્ચ બાદ આ રાશિના જાતકોનો સારો સમય શરૂ થઈ રહ્યો છે. કામમાં જો કોઈ અવરોધ આવી રહ્યા હતા તો એ પણ દૂર થઈ રહ્યા છે. સફળતા મળશે. આવકના નવા નવા સ્રોત મળી રહી છે. વેપારીઓ માટે પણ આ સમયગાળો ખૂબ જ સારો રહેવાનો છે. કોઈ મહત્ત્વની ડીલ્સ ફાઈનલ થઈ શકે છે.પરીક્ષાની તૈયારી કરી રહેલાં લોકોને પણ સફળતા મળી રહી છે.
કન્યા રાશિના લોકો માટે શુક્રનું મીન રાશિમાં થઈ રહેલું ગોચર લાભદાયી સાબિત થવાનું છે. નોકરી કરી રહેલાં લોકોનું પ્રમોશન થઈ શકે છે. પગાર વધશે. કામના વખાણ સાંભળવા મળી શકે છે. બોસ તમારા કામથી ખુશ રહેશે. કરિયરમાં સફળતા મળી રહી છે. સમાજમાં માનસન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. માલવ્ય રાજયોગથી આર્થિક સ્થિતિ સુધરી રહી છે. લાંબા સમયથી જો કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હતા તો એ પણ દૂર થઈ રહી છે.
ધન રાશિના લોકો માટે માલવ્ય રાજયોગ શુકનિયાળ સાબિત થઈ રહ્યો છે. નવી પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો. સરકારી કામમાં ફાયદો થઈ રહ્યો છે. પારિવારિક સંબંધો મજબૂત બની રહ્યા છે. વૈવાહિક જીવનમાં જો કોઈ સમસ્યા આવી રહી હતી તો તે દૂર થઈ રહી છે. પાર્ટનર સાથે સંબંધ મજબૂત થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારું રહેશે. કોઈ નાની મોટી વસ્તુને લઈને વાદ-વિવાદ થઈ શકે છે, પણ નમ્રતાથી કામ લેશો તો સારું રહેશે.