વૃશ્ચિક રાશિમાં થઈ રહી છે ગ્રહોની મહાયુતિ, આ રાશિના જાતકો પર વરસશે માતા લક્ષ્મીની કૃપા…

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ઓક્ટોબર મહિનાની જેમ જ નવેમ્બર મહિનો પણ ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ મહિનામાં જ અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરીને શુભા-શુભ યોગનું નિર્માણ કરી રહ્યા છે. આ સમયગાળો કેટલીક રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ઓક્ટોબર મહિનાના અંતમાં ગ્રહોના રાજકુમાર બુધે વૃશ્ચિક રાશિમાં ગોચર કર્યું હતું અને હવે 23મી નવેમ્બર સુધી તે આ જ રાશિમાં બિરાજમાન રહેશે. બુધના ગોચર કર્યાના બે દિવસ બાદ 27મી ઓક્ટોબરના રોજ મંગળે પણ આ જ રાશિમાં ગોચર કર્યું હતું અને મંગળ સાતમી ડિસેમ્બર સુધી આ જ રાશિમાં રહેશે.
આ ઉપરાંત ગઈકાલે એટલે કે 16મી નવેમ્બરના સૂર્યએ પણ વૃશ્ચિક રાશિમાં ગોચર કર્યું છે અને એક મહિના સુધી તે આ રાશિમાં રહેશે. આમ બુધ, મંગળ અને સૂર્ય 23મી નવેમ્બર સુધી આ રાશિમાં રહેશે અને ત્રિગ્રહી યોગ સહિત અનેક મહત્ત્વના યોગનું નિર્માણ થશે, જે કેટલીક રાશિના જાતકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. આ સમયે આ રાશિના જાતકો માટે સોનાનો સૂર્ય ઉગશે અને તેમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ

મેષ રાશિના જાતકો માટે બુધ, મંગળ અને સૂર્યની મહાયુતિ ખૂબ જ લાભદાયી રહેશે. આ સમયે આ રાશિના જાતકો માટે આ સમય સકારાત્મકતાથી ભરપૂર રહેશે. કરિયરની દ્રષ્ટિએ પણ સમયગાળો અનુકૂળ રહેશે. માનસિક શાંતિનો અહેસાસ થશે. પરિવારના સભ્યો સાથેના સંબંધો પણ સુધરી રહ્યા છે. જો કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તેનો પણ ઉકેલ લાવવામાં સફળ થશો.
કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે 23મી નવેમ્બર સુધીનો સમયગાળો ખૂબ જ લાભદાયી રહેશે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે પ્રમોશન કે પગારવધારો થવાના યોગ બની રહ્યા છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે પાર્ટનર અને અન્ય પ્રભાવશાળી લોકોનો ટેકો મળશે. સંતાનના કરિયરને લઈને કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.
વૃશ્ચિકઃ

આ રાશિના જાતકો માટે મંગળ, બુધ અને સૂર્યની મહાયુતિથી લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકો માટે આ સમય શુભ રહેશે. નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહેલાં લોકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકોને પણ આ સમયે તેમના પ્રયાસો સફળતા મળશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ સમયગાળો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનુકૂળ રહેશે.


