2024ના વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ફાગણ શુુકલ પક્ષ પૂનમના સોમવારે 25 માર્ચના રોજ થવાનું છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ચંદ્રગ્રહણ ધુળેટીએ થવાનું છે. 24મી એપ્રિલે હોળીકા દહન કરવામાં આવશે અને એટલે જ ધુળેટી પર ગ્રહણનો ઓછાયો રહેશે.
ક્ધયા રાશિના ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્રમાં થનારું છાયા ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી અને એથી ભારતમાં સુતકકાળ પાળવાની જરૂર નથી. આ ગ્રહણ પશ્ર્ચિમ અને દક્ષિણ યુરોપ, પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક અને આર્કેટિક એન્ટાર્કટિકામાં દેખાવાનું છે. આ ગ્રહણ સવારના 10.23થી બપોરના 3.02 એટલે કે ચાર કલાક અને 39 મિનિટનું હશે.
ચંદ્રગ્રહણ બાદ પંદર દિવસની અંદર આવી જ બીજી ખગોળીય ઘટના આઠમી એપ્રિલ 2024એ બનશે. ચૈત્ર કૃષ્ણ પક્ષ અમાસના મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં ખગ્રાસ સૂર્યગ્રહણ થવાનું છે. આનો અર્થ એ થયો કે હિન્દુઓનું નવું વિક્રમ સંવત વર્ષ 2081 નવમી એપ્રિલે સૂર્યગ્રહણના ઓછાયામાં ચાલુ થશે. આ ગ્રહણ પણ મુંબઈ સહિત ભારતમાં દેખાવાનું નથી એટલે એનું સુતક પાળવાનું જરૂરી નથી. આ ગ્રહણ ભારતીય સમય પ્રમાણે રાતના 10.08 વાગ્યે શરૂ થશે, ભૂમંડળે તેનો આદ્ય મધ્ય રાતના 11.47 સમયે અને આદ્ય મોક્ષ પરોઢિયે 01.26 વાગ્યે થશે. આ ગ્રહણ પશ્ર્ચિમ યુરોપ, ઉત્તર અમેરિકા. દક્ષિણ અમેરિકા અને પેસિફિક એટલાન્ટિકામાં દેખાવાનું છે.
છાયા ચંદ્રગ્રહણ એટલે શું ?
સૂર્યની પરિક્રમા દરમિયાન પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય એક લાઈનમાં આવી જાય અને ધરતી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ પૂનમમાં જ થાય છે. ચંદ્ર પૃથ્વીની છાયાના હલકા બહારના ભાગ (પેનુમ્બ્રા)થી પસાર થાય ત્યારે છાયા ચંદ્રગ્રહણ થાય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બે છાયાગ્રહ રાહુ અને કેતુ સૂર્યને અને ચંદ્રને ગ્રસી લે ત્યારે અનુક્રમે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે.
સુતક નહીં, પરંતુ અશુભ પરિણામ ચોક્કસ
ભારતમાં ગ્રહણ દેખાવાનું ન હોવાથી ભારતીયોને સુતક નહીં લાગે, પરંતુ ભારતીયો એમ માની ન બેસે કે એની અશુભ અને અમાંગલિક અસર નહીં થાય. જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા અનુસાર જ્યાં ગ્રહણ દેખાય ત્યાં તેની 75થી 100 ટકા અશુભ અને પ્રતકિૂળ અસર પડે છે અને જ્યાં નથી દેખાતુ ત્યાં 25થી 50 ટકા અસર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને અતિશય અશુભ મનાય છે.
વિશ્ર્વમાં શું થશે ?
ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ અમેરિકા અને યુરોપમાં કાળો કેર વરસાવશે. ખાસ કરીને યુએસએમાં અનેક પડકારો ઊભા થશે. ફ્લોરિડા અને જ્યોર્જિયા જેવા દક્ષિણ અમેરિકાનાં રાજ્યોમાં કુદરતી આફતો આવી શકે. માનવસર્જિત આપદા પણ થઈ શકે. શસ્ત્રનું ઉત્પાદન કરતા દેશો અમેરિકા, રશિયા અને ફ્રાન્સને મોટું નુકસાન થઈ શકે. ગ્લોબલ સપ્લાય ચેન એટલે કે પુરવઠાની સાંકળ તૂટી જશે. હુથીના બળવાખોરો રાતા સમુદ્રમાં પરિવહન જહાજો પર હુમલા કરે એવી ઘટના બની શકે. મોંઘવારી ચરમસીમાએ પહોંચશે. અમેરિકાની આઈટી ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થશે. અમેરિકાની મોટી આઈટી કંપની ગૂગલ, માઈક્રોસ્પોટ ટ્વિટર એમેઝોન વગેરેમાં અનેક કર્મચારીઓની નોકરી જતી રહેશે અને લે ઓફ થશે. પોર્ટ જ્યાં હશે એવાં શહેરોમાં પ્રતિકૂળ અસર પડશે. રશિયાના મોસ્કો જેવો આતંકવાદી હુમલો થઈ શકે. પાકિસ્તાનનો અતશિય ખરાબ સમય ચાલી રહ્યો છે. મારકની દશા ચાલે છે. અફઘાનિસ્તાન, ભારત અને ઈરાન જોડે સીમાવિવાદ અને અથડામણ થશેે.
આતંકવાદની ઘટના વધશે. રાજકીય અસ્થિરતા વધશે. કેનેડામાં મંદી આવશે. સત્તાપલટો થઈ શકે.
ખેડૂત માટે પીડાદાયક : આ વખતે પાણીમાં અનેક ડિઝાસ્ટર થવાના છે. ક્યાંક દુકાળ અને ક્યાંક અતિવૃષ્ટી થશે. ખેડૂતોને મોટું નુકસાન થશે. પાકનો નાશ થઈ શકે. ભારતમાં ખેડૂતો મિનિમમ સપ્લાય પ્રાઈઝ માટે આંદોલન કરી રહ્યા છે. આવા આંદોલન ઉગ્ર બનશે.
ભારતમાં શું થશે?
ભારત-પાક સરહદ, અફઘાનિસ્તાન કે કાશ્મીરમાં આતંકવાદી હુમલો થઈ શકે. પશ્ર્ચિમ બંગાળમાં કોમી રમખાણો થઈ શકે અને એનાથી રાજકીય અસ્થિરતા આવી શકે. ઓડિશા અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં ભૂકંપ આવી શકે.
રાશિવાર શું થશે ?
25 માર્ચના ચંદ્રગ્રહણની બધી રાશિઓ પર અસર પડશે. મેષ, કર્ક, ક્ધયા અને કુંભ રાશી માટે અતિશય અશુભ હશે. મિથુન, મકર, સિંહ અને ધન રાશિ માટે ઠીક હશે.
મેષ: આરોગ્યનું ધ્યાન રાખો. દવા લેવી પડે એવા સંજોગો છે. કૌટુંબિક સંબંધોમાં સાવચેતી રાખે.
વૃષભ: સંતાનવિષયક સમસ્યા આવી શકે. બેેચેની આવી શકે.
મિથુન : માતા, જમીન, સંંપત્તિમાં સાવચેતી રાખો
કર્ક: નાનાં ભાઈ-બહેનો સાથે મતભેદ થઈ શકે.
સિંહ : કુુટુંબમાં ક્લેશ થઈ શકે.
ક્ધયા: આ રાશિવાળાઓએ અતિશય સાવધાન રહેવું આ રાશિમાં ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. અપમાનિત થવું પડે, કલંક લાગે. શારીરિક પીડા થાય.
તુલા : ખર્ચ બેફામ થઈ શકે. દેવું વધી શકે.
વૃશ્ર્વિક : સોશયિલ સર્કલમાં ખલેલ આવશે.
ધન : બિઝનેસ-કારર્કિદીમાં સંકટ આવે.
મકર : પિતાના આરોગ્યનું ધ્યાન રાખો. ટ્રાવેલિંગ કરવાનું ટાળો.
કુંભ : આરોગ્યની સંભાળ રાખો. સાસરા પક્ષમાં મુશ્કેલી આવે.
મીન : રિલેશનશિપમાં ધ્યાન રાખો. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને