બસ પાંચ દિવસ અને આ ત્રણ રાશિના અચ્છે દિન શરૂ થશે, એક મહિના સુધી કરશે મોજા હી મોજા…
પાંચ દિવસ બાદ એટલે કે 11મી ફેબ્રુઆરીના ન્યાયના દેવતા શનિ કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે અને આશરે એક મહિના સુધી તેઓ આ જ રાશિમાં અસ્ત અવસ્થામાં રહેશે. શનિની અસ્ત અવસ્થા અમુક રાશિના જાતકો માટે સુવર્ણકાળ શરૂ થવા જઈ રહ્યો છે અને એમાં પણ 3 રાશિ તો એવી છે કે જેમની કિસ્મતના દરવાજા ખુલી રહ્યા છે. આ રાશિના લોકોને નવી નોકરી અને વેપારમાં ખુબ પ્રગતિ થઈ શકે છે.
જ્યોતિષાચાર્યની વાત માનીએ તો શનિ અસ્ત થવા પર ઘણી રાશિઓ પર સકારાત્મક અસર જોવા મળી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જયારે કોઈ પણ ગ્રહ કોઈ પણ રાશિમાં ઉદય કે પછી અસ્ત થાય છે, ત્યારે કેટલીક રાશિઓ પર એની શુભ અસર થાય છે અને ઘણી રાશિઓ માટે મુશ્કેલ સમય શરુ થઇ શકે છે. 11મી ફેબ્રુઆરી, 2024ના રોજ શનિ કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કુંભ એ શનિની પોતાની રાશિ છે. સ્વરાશિ કુંભમાં અસ્ત થઇ શનિ અમુક રાશિના જાતકોને વિશેષ પરિણામ આપી રહ્યા છે.
11મી ફેબ્રુઆરીના 30 વર્ષ બાદ શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. શનિદેવ 18મી માર્ચ 2024 સુધી આ જ સ્થિતિમાં રહેશે. શનિના અસ્ત થવાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકવા લાગશે તો ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કે કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ…
મિથુન: જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર મિથુન રાશિના લોકો માટે શનિનું અસ્ત થવું ખૂબ જ શુકનિયાળ સાબિત થઈ રહ્યું છે. 11મી ફેબ્રુઆરી બાદ આ રાશિના લોકોને નોકરી અને ધંધામાં ઈચ્છિત સફળતા મળતી જણાઈ રહી છે. આવકના નવા રસ્તા ખુલશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. 18મી માર્ચ સુધી આ રાશિના જાતકોને દરેક કામમાં સફળતા મળશે અને તેમની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે.
કર્ક: શનિદેવ કુંભ રાશિમાં અસ્ત થયા બાદ કર્ક રાશિના લોકોનું ભાગ્ય પણ સોનાની જેમ ચમકવા લાગશે. આ રાશિના વેપાર કરી રહેલા લોકોને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. અંગત જીવનમાં તેમના જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. આ રાશિના લોકો વૈવાહિક જીવનનો આનંદ માણશે. આ સમયે કોઈ પણ નવી યોજનાઓ પર કામ કરવું ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે.
સિંહ: સિંહ રાશિના જાતકો માટે પણ શનિનું કુંભ રાશિમાં અસ્ત થવું એ શુભ પરિણામો લઈને આવી રહ્યો છે. આ રાશિના લોકોને શનિદેવના અસ્ત થવાને કારણે અપરંપાર સફળતા મળી રહી છે. કારકિર્દીમાં પ્રગતિ થશે અને નવી નોકરી માટે સારી સારી ઓફર આવી શકે છે. આ રાશિના જાતકોને કામના માટે લાંબી મુસાફરી કરવી પડી શકે છે. આ સમયગાળો જમીન-સંપત્તિના ખરીદ-વેચાણથી માટે એકદમ અનુકૂળ રહેશે.