આજે વર્ષનું છેલ્લું સુપર મૂન ત્રણ રાશિના જાતકો માટે રહેશે સુપર સ્પેશિયલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

સુપર મૂન એ એક અદ્ભૂત ખગોળીય ઘટના છે અને આજે એટલે કે ચોથી ડિસેમ્બરના વર્ષનું છેલ્લું સુપર મૂન થવાનું છે. સુપર મૂનને સાદી ભાષામાં સમજીએ તો એ દિવસ કે જ્યારે ચંદ્ર પૃથ્વીથી સૌથી વધારે નજીક હોય છે અને તે કદમાં વધારે મોટો અને ચમકતો દેખાય છે.
આજની વાત કરીએ તો આજે જવા મળનારો છેલ્લો સુપર મૂન 14 ટકા વધારે મોટો અને 30 ટકા વધારે ચમકીલો હશે. આજનો આ સુપર મૂન કેટલીક રાશિના જાતકો માટે સુપર સ્પેશિયલ રહેશે, કારણ કે આ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે.
આજે વર્ષનો ત્રીજો અને છેલ્લો સુપર મૂન જોવા મળશે અને તે વૃષભ રાશિમાં ઉચ્ચ સ્થિતિમાં બિરાજમાન રહેશે. જેની 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળશે. પરંતુ કેટલીક રાશિના જાતકો માટે આ સંયોગ ખૂબ જ દુર્લભ સાબિત થવાનો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમને લાભ થઈ રહ્યો છે-
વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે આ સુપર મૂન ખૂબ જ શુકનિયાળ રહેશે. આ સમયે તમે તમારી ભાવનાઓને સ્થિર રાખવાનો પ્રયાસ કરશો. કોઈ મહત્ત્વનો નિર્ણય લેવા માટે આ સમયગાળો સારો રહેશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ભરવા જવાનું પ્લાનિંગ કરશો. આ સમયે તમારી કોઈ જૂની ગૂંચવણોને ઉકેલવાનો પ્રયાસ કરશો. સંબંધોમાં સંતુલન જાળવાનો પ્રયાસ કરશો.
કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે પણ ચંદ્રનું ગોચર ખૂબ જ શુભ રહેવાનું છે. આ સમયે તમારે જૂની ભૂલોને ભૂલીને આગળ વધવું પડશે. કોઈ જૂના સંપર્કથી પણ તમને લાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ પણ સામાન્ય રહેશે. કોઈ પાસેથી ઉધાર પૈસા લેવાનો વારો નહીં આવે. સંતાન આ સમયે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.
વૃશ્ચિકઃ

આ રાશિના જાતકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. તમે નવા નવા સંબંધો બનાવવાનો પ્રયાસ કરશો. આ સમયે કોઈ મહત્ત્વના નિર્ણય લેશો તો તમારા માટે ફાયદાકારક રહેશે. આ સમયે આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો. જૂના મિત્ર સાથે મુલાકાત થતાં તમારો આનંદનો પાર નહીં રહે. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે નફો થઈ રહ્યો છે.


