ચાર દિવસ બાદ Ketu કરશે કમાલ, આ રાશિના લોકોને બનાવશે માલામાલ, જીવનમાં આવશે Happiness જ Happiness…

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુ બંને ગ્રહોને છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અને આ બંને ગ્રહો જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીનું કારણ પણ બને છે. આવો આ કેતુ ગ્રહ માર્ચ મહિનામાં ઉલટી ચાલ ચાલવાનો છે અને એની સાથે જ તે કેટલીક રાશિના જાતકોને વિશેષ લાભ કરાવી રહ્યો છે. આવો જોઈએ ક્યારે કેતુ ગ્રહ એની ચાલ બદલી રહ્યો છે અને એને કારણે કઈ રાશિના લોકોને લાભ થઈ રહ્યો છે.
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 4થી માર્ચના કેતુ હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે જેને કારણે ગુરૂ ચાંડાલ યોગ પૂરો થઈ રહ્યો છે અને કેતુનો શુભ યોગ બની રહ્યો છે અને કેતુ હવે કેટલીક રાશિના જાતકોને શુભ પરિણામો આપી રહ્યો છે. આવો જોઈએ કેતુના આ નક્ષત્ર પરિવર્તનને કારણે કઈ રાશિના જાતકોને બખ્ખા થવાના છે…
મિથુન:

કેતુ મિથુન રાશિના દસમા ભાવમાં છે અને એને કારણે આ રાશિના જાતકોને ફાયદો થતો જણાઈ રહ્યો છે. આ સમયગાળામાં આ રાશિના લોકોને આકસ્મિક ધનલાભ થવાની શકયતા છે. કેતુની કૃપાથી આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે.
મેષ:

આગળ વધીએ અને વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટે પણ કેતુનું આ નક્ષત્ર પરિવર્તન શુકનિયાળ સાબિત થઈ રહ્યું છે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવી રહી છે અને લાંબા સમયથી કોઈ પણ કામ અટકી પડ્યું હશે તો એ પુરા થઈ રહ્યા છે. આ સાથે સાથે જ જો કોઈ જ્ગ્યાએ પૈસા અટવાઈ પડયા હતા તો એ પણ પાછા મળી રહ્યા છે.
વૃષભ:

18મી મે સુધી કેતુ વૃષભ રાશિના લોકોના જીવનમાં ખુશહાલી લઈને આવી રહ્યા છે. કેતુ આ રાશિના લોકોને શુભ પરીણામ આપી રહ્યા છે. આ રાશિના લોકો આ સમયગાળા દરમિયાન પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરશો. જીવનમાં લાંબા સમય બાદ સ્થિરતા આવતી જણાઈ રહી છે.