રાશિફળ

48 કલાક બાદ ગુરુ આ રાશિના જાતકોને ગુરુ કરાવશે લાભ જ લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સમૃદ્ધિ, જ્ઞાન, અધ્યાત્મિક અને સન્માનનો કારક માનવામાં આવ્યો છે. આવો આ ગુરુ મંગળના નક્ષત્રમાં ગોચર કરવામાં જઈ રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગુરુના નક્ષત્ર પરિવર્તનને કારણે તમામ રાશિના જાતકો પર તેની સકારાત્મક અસર જોવા મળશે. પરંતુ કેટલીક રાશિઓ માટે ગુરુનુ આ નક્ષત્ર પરિવર્તન લાભદાયી રહેવાનું છે. 10મી એપ્રિલના ગુરુ મંગળના નક્ષત્ર મૃગશિરા નક્ષત્રમાં ગોચર કરશે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

આ પણ વાંચો: આજનું રાશિફળ (08-04-2025): આજનો દિવસ આ 6 રાશિના જાતકો માટે લાભદાયી રહેશે, જાણો બાકી રાશિના શું થશે હાલ…

Today's Horoscope (18-03-2025)
ગુરુનું આ નક્ષત્ર પરિવર્તન ધન રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે. આ સમયે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. વિદેશયાત્રાના યોગ બની રહ્યા છે. તમારી બુદ્ધિમત્તાથી વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરશો. નોકરી કરી રહેલાં લોકોને મન વાંછિત સફળતા મળશે. આ સમયે તમને વાહન અને પ્રોપર્ટીનો પૂરેપૂરો આનંદ હાંસિલ કરશો. ધનલાભ થઈ રહ્યો છે.


મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ફળદાયી રહેશે. તમે તમારા મોજશોખ માટે પૈસા ખર્ચ કરશો. રોકાણમાંથી મસમોટો નફો થવાની શક્યતા છે. સંતાન તરફથી પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. બિઝનેસમાં પણ આ સમયે ખૂબ જ લાભ થઈ રહ્યો છે. પર્સનલ લાઈફમાં પણ હસી ખુશીનો માહોલ જોવા મળશે. આર્થિક લાભ થવાની શક્યતા છે.

Today's Horoscope (18-03-2025)
કર્ક રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ રહેશે. આ સમયે તમને નાણાંકીય લાભ થઈ શકે છે. પૈસાની બચત કરવામાં સફળતા મળશે, પણ તમે ખર્ચાને પહોંચી વળશો. આ સમયે તમે પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો. નવું કામ શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે. પ્રવાસ કરવાથી આ સમયે તમને લાભ થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button