ગુરુ અને શુક્ર મળીને બનાવશે ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોના ઉગડી જશે ભાગ્ય…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને એની સારી-નરસી અસર દેશ-દુનિયા પર જોવા મળે છે. હાલમાં ગુરુ મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે અને હજી થોડો સમય ગુરુ મિથુન રાશિમાં જ રહેશે. આ સમયગાળા દરમિયાન દેવગુરુ ગુરુની અન્ય ગ્રહો સાથે યુતિ જોવા મળશે, જેને કારણે શુભાશુભ યોગનું નિર્માણ થશે.
હાલમાં નવરાત્રિ ચાલી રહી છે અને આ સમયે ગુરુ અને શુક્ર બંને ખાસ સ્થિતિમાં આવશે. 25મી સપ્ટેમ્બરના સવારે 5.16 કલાકે બંને ગ્રહો 45 ડિગ્રી પર રહેશે અને એને કારણે અર્ધ કેન્દ્ર યોગનું નિર્માણ થઈ રહ્યો છે. શુક્ર સિંહ રાશિમાં કેતુ સાથે યુતિ બનાવશે. આ યોગની અમુક રાશિના જાતકો પર સારી અસર જોવા મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમના પર આ યોગની શુભ અસર જોવા મળશે?

વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો સકારાત્મક રહેવાનો છે. આ સમયે જીવનમાં સુખ અને સ્થિરતા આવશે. પરિવાર સાથેના સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે. વૈવાહિક જીવનમાં ખુશીઓનું આગમન થશે. પ્રોપર્ટી અને જમીન વગેરેની બાબતમાં પણ લાભ થવાની શક્યતા છે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે તેના પર ખરું ઉતરશે.

સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ રહેવાનો છે. આ સમયે તમારા જીવનમાં જો કોઈ સમસ્યા સતાવતી હશે તો તેનો પણ અંત આવશે. ગુરુની કૃપાથી જીવનમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. આત્મવિશ્વાસ અને હિંમતમાં વૃદ્ધિ થશે અને એને કારણે મહત્ત્વના નિર્ણયો લેવામાં મદદ મળશે.

ધન રાશિના જાતકો માટે અર્ધ કેન્દ્ર ભાગ્યના દરવાજા ખુલી રહ્યા છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. નવી નવી તક સામે આવી રહી છે. આત્મવિશ્વાસમાં વધારો થશે, જેને કારણે મહત્ત્વના કામ કરવામાં સફળતા મળશે. આ સમયે વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ફાયદાકારક રહેશે.
આપણ વાંચો: નોરતાંથી બદલાઈ જશે આ રાશિના જાતકોના દિવસો, મા આદ્યશક્તિ કરશે પૈસાનો વરસાદ…