ધન, વૈભવ, ઐશ્વર્યનો કારક શુક્ર કરશે ગોચર, આ રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

જ્યોતિષશાસ્ત્રમાં શુક્રનો સંબંધ ધન, વૈભવ અને ઐશ્વર્ય સાથે જોડવામાં આવે છે અને મળતી માહિતી અનુસાર શુક્ર ગ્રહ 23થી 30 દિવસ બાદ રાશિ પરિવર્તન કરે છે. એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આજે એટલે કે 15મી સપ્ટેમ્બરના શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે. સિંહ રાશિમાં શુક્રનું થઈ રહેલા ગોચરની 12-12 રાશિના જાતકો પર જોવા મળશે.
સામાન્યપણે શુક્રનું ગોચર શુભ પરિણામ લઈને આવે છે, પણ જ્યોતિષી ગણના અનુસાર શુક્રનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિના જાતકો માટે નુકસાનકારક સાબિત થશે. આવી સ્થિતિમાં કેટલીક રાશિના જાતકોએ ખાસ સાવધ રહેવાની જરૂર છે. ચાલો જોઈએ કઈ છે આ રાશિઓ કે જેમને સાવધાની રાખવી જોઈએ-

કર્ક રાશિના જાતકો માટે શુક્રનું આ પરિવર્તન ખૂબ જ અશુભ રહેવાનું છે. ઓફિસમાં વાદ-વિવાદની સ્થિતિ જોવા મળશે. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. ખાનગી સંબંધોમાં પણ આ સમયે થોડું અંતર આવી શકે છે. માનસિક જાણ અનુભવાશે. બજેટ બગડી શકે છે. અચાનક ખર્ચ વધી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર પડકારજનક રહેવાનો છે. આ સમયે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચવું પડશે. વિના કારણ ખર્ચ કરવાનું પણ ટાળો. આ સમયે કોઈ જગ્યાએ રોકાણ કરશો તો નુકસાન થવાની શક્યકા છે. વૈવાહિત જીવનમાં મતભેદ થવાની શક્યતા છે.

ધન રાશિના જાતકો માટે શુક્રનું સિંહ રાશિમાં થઈ રહેલું આ ગોચર ખૂબ જ મુશ્કેલીજનક રહેશે. આ સમયે નુકસાન વગેરે થઈ શકે છે. તમામ જરૂરી કામમાં અવરોધો આવી શકે છે. પૈસાની અછત અનુભવાશે. સંબંધોમાં અસંતોષ વધી શકે છે. પિતાની સ્વાસ્થ્યને લઈને સમસ્યા સતાવશે. વેપારમાં નુકસાન થવાની શક્યતા છે. માનસિક તાણ વધશે.
આ પણ વાંચો…કન્યા રાશિમાં બે વખત થશે સૂર્યગોચર: આ 3 રાશિને થશે મોટો લાભ