રાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (29-01-24): વૃષભ, મિથુન અને ધન રાશિના લોકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…

મેષ: આજનો દિવસ કોઈ મોટા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. આજે તમે તમારા કોઈ મિત્રો સાથે મનોરંજનના કાર્યક્રમમાં ભાગ લેશો. વિદ્યાર્થી જો કોઈ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોવ તો તેના માટે અરજી કરી શકો છો. કોઈ પણ મહત્વની માહિતી આજે અજાણ્યા લોકો સામે જાહેર કરવાનું ટાળવું. લોહીના સંબંધોમાં મજબૂતી જોવા મળશે. આજે તમે તમારી યોજનાઓમાં તેજી લઈ આવશો. રોકાણ સંબંધિત યોજનાની માહિતી મળે તો એને અનુસરીને રોકાણ કરવાનું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. માતા પિતા અને વડીલોના આશીર્વાદથી આજે અટકી પડેલા કામ પૂરાં થઈ શકે છે.

વૃષભ: આજનો દિવસ આ રાશિના લોકો માટે શુભ અને સુખ સુવિધાઓમાં વૃદ્ધિ કરનારો સાબિત થવા જઈ રહ્યો છે. આજે તમે તમારી જરૂરિયાતો પર સારી એવી રકમ ખર્ચ કરશો. આજે વડીલોની સલાહ માનીને આગળ વધવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ રહેશે. ઉતાવળમાં કોઈ પણ કામ કરવાનું ટાળવું જોઈએ. આજે તમારૂ ધ્યાન સંપૂર્ણપણે વ્યક્તિગત બાબતો પર રહેશે. વિરોધીઓ આજે તમને પરેશાન કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે. જો નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે.

મિથુન: આજનો દિવસ તમે તમારી કોઈ ઈચ્છા પૂરી કરવાનો રહેશે. નવા લોકો સાથે મેલઝોલ વધારવામાં સફળ રહેશો. મોસાળ પક્ષ તરફથી આજે લાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ મજબૂત બનાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરશો. ભાઈ બહેન વચ્ચેના સંબંધો વધારે મજબૂત બનતા દેખાઈ રહ્યા છે. વિદેશમાં રહેતા કોઈ સંબંધી તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કોઈને પૈસા ઉધાર આપ્યા હતાં તો તે પાછા શકે છે. પિતાજીને આંખો સબંધિત સમસ્યા સતાવી શકે છે.


કર્કઃ આજનો દિવસ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ સમાન્ય રહેવાનો છે. વાણીમાં મીઠાશ જાળવી રાખવી પડશે. આજે કોઈને કોઈ વચન આપ્યું હશે તો તે પૂરું કરવું પડશે. તમારી જાત પર વિશ્વાસ રાખવો પડશે. નોકરીમાં બઢતી મળવાની શક્યતા છે. પરંતુ તમારે કામમાં ઢીલ દાખવવાનું ટાળવું પડશે. સંતાનના કરિયરને લઈને ચિંતા સતાવી રહી હશે તો તેનો આજે નિવેડો આવી રહ્યો છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

સિંહ: સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે તમે જે કામમાં હાથ નાંખશો એમાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. પાર્ટનરશીપમાં બિઝનેસ કરવાનું ફાયદાકરક સાબિત થઈ શકે છે. પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારી શકો છો. જો પરિવારમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો હતો તો આજે તેને ઉકેલવાનો પ્રયાસ કરો, નહીં તો સંબંધોમાં તિરાડ વધી શકે છે. આજે કોઈ પણ કામ માટે બીજા પર નિર્ભર રહેવાનું ટાળવું જોઈએ.

કન્યા: આજનો દિવસ લેવડ દેવડની બાબતમાં ખાસ સાવધાની રાખવાનો રહેશે. ઘર કે દુકાનની ખરીદી કરવાનું તમારા માટે ફાયદાકરક સાબિત થઈ શકે છે. વિદેશમાં રહેતા કોઈ સંબંધી તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. દાન ધર્મમાં તમારો રસ વધતો જણાઈ રહ્યો છે. આજે તમારે પરિસ્થિતિને કાબુમાં રાખવાના પ્રયાસ કરવા પડશે. ઘરની સજાવટ પર ધ્યાન આપવું પડશે. પરિવારના કોઈ સદસ્ય પાસેથી સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકે છે. માતા પિતાના આશીર્વાદથી અટકી પડેલું કામ પૂરું થઈ શકે છે.

તુલા: વેપારમાં આજે તેજી આવી શકે છે, તમારે આજે તમારી આવક વધારવા માટે તમામ પ્રયાસો કરશો. આર્થિક સ્થિતિને લઈને થોડી ચિંતા સતાવી શકે છે. અધ્યાત્મમાં તમારી રુચિ વધી રહી છે. આજે તમામ કામ સમજી વિચારીને કરવા તમારા માટે હિતાવહ રહેશે. નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમને એમાં સફળતા મળી રહી છે. સંતાન માટે કોઈ વાહન ખરીદી કરશો. મિત્ર સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આજે તે સુલેહ કરવા માટે આવી શકે છે. જૂની ભૂલમાંથી શીખ લેવી પડશે.


વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારીથી કામ કરવાનો રહેશે. પરિવારમાં આજે કોઈના લગ્નની ચર્ચા ફાઇનલ થઈ શકે છે. સુખ સુવિધાઓ પર આજે તમે સંપૂર્ણ ધ્યાન આપશો. કામના સ્થળે તમારા માન સન્માનમાં વધારો થઈ રહ્યો છે. આજે તમે તમારી સુખ સુવિધાઓ અને જરૂરિયાતની વસ્તુઓ પર પૈસા ખર્ચ કરશો. વિરોધીઓ આજે તમને પરેશાન કરવામાં મુશ્કેલી પડી શકે છે, પણ તમે તમારી સૂઝબૂઝથી તેમાંથી બહાર આવી શકશો.

ધન: આજનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્ત્વનો રહેશે. લોકો સાથે મેલઝોલ વધારવામાં સફળ રહેશો. સમાજસેવામાં તમારો દિવસનો મોટાભાગનો સમય પસાર કરશો. ધાર્મિક કાર્યોમાં આજે તમારો રસ વધતો દેખાઈ રહ્યો છે. કોઈ મહત્વની ચર્ચામાં સામેલ થઈ શકો છો.વેપારમાં કોઈ જૂની યોજના લાભ કરાવી શકે છે. પરિવારના સભ્યોનો સાથ સહકાર મળી રહ્યો છે.

મકર: આ રાશિના લોકો માટે આજનો દિવસ વાણીમાં મધુરતા જાળવી રાખવાનો રહેશે. જો સ્વાસ્થ્ય સબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હોય તો આજે તેની તરફ ધ્યાન આપો, નહીંતર સમસ્યા વકરી શકે છે. આજે કોઈ કામ માટે ટૂંકી યાત્રા પર જઈ શકો છો. આજે કોઈ પણ અજાણી વ્યક્તિ સામે કોઈ પણ વાતો ખૂલીને કહેવાનું ટાળો, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. ભવિષ્ય માટે પૈસા બચાવશો તો તમારા માટે એ ખૂબ જ સારું રહેશે.


કુંભ: આજનો દિવસ તમારા માન સન્માનમાં વધારો થઈ રહ્યો છે. આજે એક કરતા વધુ સ્રોતમાંથી આવક થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે બિઝનેસમાં મહત્વની યોજનાઓ પર ખાસ ધ્યાન આપવું પડશે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત થઈ રહ્યો છે. લેવડ દેવડના મામલામાં ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. સંતાન તરફથી આજે કોઈ નિરાશાજનક સમાચાર સાંભળવા મળી શકે છે. જો કોઈ જૂના કામને લઈને સમસ્યા સતાવી રહી હશે તો તે પણ ઉકેલાઈ જશે.

મીન: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. આજે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાનું ટાળવું પડશે, નહીં તો નુકસાન પહોંચી શકે છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોએ કામ પર ધ્યાન આપવું પડશે, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આવક અને જાવકના હિસાબ માટે તમે બજેટ બનાવીને આગળ વધશો તો એ તમારા માટે ફાયદાનો સોદો થઈ શકે છે. આજે તમે આર્થિક સ્થિતિને મજબુત બનાવવામાં સફળતા મળી રહી છે. આજે તમારી અંદર ઊર્જાનો નવો સંચાર થવાને કારણે તમે કોઈ પર કામ કરવા માટે એકદમ તત્પર રહેશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button