18મી નવેમ્બર સુધી ત્રણ રાશિના જાતકોને મોજા હી મોજા, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે બધું મંગળ જ મંગળ…

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર રાશિ તેમ જ નક્ષત્ર પરિવર્તન કરે છે. આ પરિવર્તનની તમામ રાશિ પર નાના-મોટા પ્રમાણમાં અસર થાય છે. ટૂંક સમયમાં જ શરૂ થઈ રહેલાં નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ આવું એક નક્ષત્ર પરિવર્તન થવા જઈ રહ્યું છે. જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર પહેલી નવેમ્બરના ગ્રહોના સેનાપતિ મંગળ સવારે 8.28 કલાકે ગ્રહોના સેનાપતિ મંગળ ગોચર કરીને અનુરાધા નક્ષત્રમાં ગોચર કરશે, જ્યાં તેઓ 18મી નવેમ્બર સુધી રહેશે. મંગળના આ નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિ પર અસર જોવા મળશે, પણ કેટલીક રાશિના જાતકો પર આ ગોચરની વિશેષ અસર જોવા મળશે.
આ સમયે આ રાશિના જાતકોને ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળશે અને એની સાથે સાથે પ્રોપર્ટી કે વાહન વગેરે ખરીદવાના યોગ બની રહ્યા છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
આપણ વાચો: આજનું રાશિફળ (27-10-25): આ રાશિના જાતકોનું ચમકશે નસીબ, જાણી લો શું છે તમારા ભાગ્યમાં?
મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે મંગળનું થઈ રહેલું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી થવાનું છે. આ સમયે આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે પ્રમોશન વગેરે મળી શકે છે. ધનલાભ થતાં આર્થિક સ્થિતિ સ્થિર થશે. સાહસ અને મહેનત બંનેનું પરિણામ મળશે. સુખ-સુવિધામાં વધારો થશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે અપરંપાર લાભ થતાં મન પ્રસન્ન રહેશે.
મકરઃ

મકર રાશિના જાતકો માટે આ ગોચર શુભ રહેશે. જો કોઈ જગ્યાએ પૈસા અટવાઈ ગયા હશે તો તે આ સમયે પાછા મળી શકે છે, જેને કારણે આર્થિક સ્થિતિ સારી રહેશે. સારા સમાચાર મળતાં મન પ્રસન્ન રહેશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. કામના સ્થળે પ્રગતિની તકો સામે ચાલીને આવશે. વેપારીઓને પણ બિઝનેસ વધારવાની તક મળશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.
તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો એકદમ અનુકૂળ રહેશે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે પ્રમોશનની સાથે સાથે આવકમાં પણ વૃદ્ધિ લઈને આવશે. આ સમયે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વાણીમાં મધુરતા જળવાઈ રહેશે. પરિવારના લોકોનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. બિઝનેસ એક્સપાન્ડ કરવાની તમારી યોજનાઓ સફળ થતી દેખાઈ રહી છે. ભાગ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે.
