આ દિવસથી પૈસા ગણતાં ગણતાં થાકી જશે ચાર રાશિના લોકો, ગ્રહોના રાજા બનાવશે માલામાલ…

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ દસ દિવસ બાદ એટલે કે 17મી સપ્ટેમ્બરના સિંહ રાશિમાંથી નિકળીને કન્યા રાશિમાં બિરાજમાન થશે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિનની શરૂઆત થશે. સૂર્યનો સંબંધ આત્મવિશ્વાસ, નેતૃત્વ અને ઊર્જા સાથે હોવાનું કહેવાય છે. હવે 17મી સપ્ટેમ્બરના રોજ સૂર્ય વહેલી સવારે 01.54 કલાકે સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં ગોચર કરશે.
સૂર્યના આ ગોચરની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે, પરંતુ કેટલીક એવી રાશિઓ છે કે જેમના પર આ ગોચરની વિશેષ અસર જોવા મળશે. આ રાશિના જાતકોને છપ્પરફાડ ધનલાભ થવાની સાથે સાથે ભાગ્યનો પૂરેપૂરો સાથ પણ સાપડી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
આપણ વાંચો: આજનું રાશિફળ (07-09-25): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાવળથી બચવાનો રહેશે, નહીંતર…
મિથુનઃ

મિથુન રાશિના જાતકોને આ સમયે માનસિક શાંતિનો અહેસાસ થશે. આ સમયે પારિવારિક જીવનમાં સ્થિરતા આપશે. પ્રોપર્ટીની બાબતમાં પણ લાભ થઈ રહ્યો છે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થઈ શકે છે. પરિવાર સાથે હસી-ખુશીમાં સમય પસાર કરશો. લોહીના સંબંધોમાં મજબૂતી આવશે. મિત્રો સાથે મોજમસ્તીમાં સમય વ્યતીત કરશો.
કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ રહેવાનો રહે છે. આ સમયે તમારા વ્યક્તિત્વમાં સુધારો જોવા મળશે. નિર્ણય લેવાની તમારી ક્ષમતામાં વધારો થશે. કામની પ્રશંસા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. કારકિર્દીમાં પ્રગતિ થઈ રહી છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આ સમયે તમે ઊર્જાથી ભરપૂર રહેશો. આકસ્મિક ધનલાભ થશે.
વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકોને પણ આ સમયે આર્થિક લાભ થઈ રહ્યો છે. આ સમયે તમે તમારા સામાજિક વર્તુળમાં ઉમેરો કરશે. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સમાજસેવાના કામમાં તમારો રસ વધી રહ્યો છે. કોઈ કામમાં મિત્રો અને સહકર્મચારીઓનો સાથ-સહકાર મળશે. સામાજિક કાર્યથી તમારી કિર્તી ચારેકોર ફેલાશે.
મકરઃ

મકર રાશિના જાતકોને આ સમયે ભાગ્યનો સાથ મળી રહ્યો છે. આ સમયે લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. નાણાંકીય સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. ભૂતકાળમાં કરેલાં રોકાણથી આ સમયે લાભ થઈ રહ્યો છે. ધાર્મિક કાર્યમાં ઉત્સાહથી ભાગ લેશો. ધનલાભ થતાં મન પ્રસન્ન રહેશે.