500 વર્ષ પછી 4 ગ્રહો એકસાથે વક્રી, આ 3 રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને? | મુંબઈ સમાચાર

500 વર્ષ પછી 4 ગ્રહો એકસાથે વક્રી, આ 3 રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ સમય સમય પર વક્રી અને માર્ગી થાય છે જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. બે દિવસ બાદ એટલે કે 9મી ઓગસ્ટના રક્ષા બંધન પર એક-બે નહીં પૂરેપૂરા ચાર ગ્રહો વક્રી અવસ્થામાં છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે.

500 વર્ષ બાદ આ દુર્લભ સંયોગ સર્જાઈ રહ્યો છે. આ દુર્લભ સંયોગને કારણે અમુક રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ આવકમાં વૃદ્ધિ, નોકરીમાં પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

આપણ વાંચો: આજનું રાશિફળ (07-08-25): મેષ રાશિના જાતકોને આજે મળશે કોઈ ગુડન્યુઝ, જાણો શું છે બાકીની રાશિના હાલ…

મીનઃ

Today's Horoscope (18-03-2025)

મીન રાશિના જાતકો માટે રક્ષાબંધનના દિવસે એક સાથે ચાર ગ્રહોનું વક્રી થવું ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ સમયે આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકોની પ્રતિભામાં વધારે નિખાર આવશે. આર્થિક સ્થિતિ સુધરી શકે છે. કરિયરને લઈને વધારે ગંભીર થશો. કુંવારા લોકોના વિવાહ વગેરે નક્કી થઈ શકે છે. તમારી યોજના સફળ થશ. લગ્નજીવનમાં ખુશહાલી આવશે. પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ કરશો તો લાભ થશે.

વૃશ્ચિકઃ

Today's horoscope (18-03-25):

આ રાશિના જાતકો માટે આ સમય એકદમ અનુકૂળ રહેશે. આ સમયે તમારી આવકમાં જોરદાર વધારો થઈ રહ્યો છે. નોકરીમાં પણ તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. કોઈ મોટી કંપનીમાં જોડાવવાની તક મળશે.

માનસિક શાંતિ મળશે. વેપારીઓ માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેશે. નાણાંકીય સ્થિતિ સુધરશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.

વૃષભઃ

Sun and Jupiter will form a rare yoga, people of this zodiac sign will get extraordinary benefits...

વૃષભ રાશિના જાતકો માટે ચાર ગ્રહોનું એક સાથે વક્રી થવું ખૂબ જ લાભદાયી થશે. આ સમયે અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં સફળતા મળી રહી છે. દરેક ક્ષેત્રમાં સાથ-સહકાર મળી રહ્યો છે.

લાંબા અંતરની યાત્રા પર જવાનો મોકો મળશે. આ સમયે રોકાણ કરશો તો ભવિષ્યમાં તેનાથી લાભ મળશે. કારોબારીઓ આજે કોઈ મોટી ડીલ ફાઈનલ કરી શકે છે. શેરબજાર, સટ્ટા અને લોટરીથી પણ લાભ થઈ રહ્યો છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button